રાજકોટ માં ૧૭ વર્ષની દીકરીએ કર્યો આપઘાત સુસાઇડ નોટમાં લખ્યું કે….

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ  આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે હાલમાં રાજકોટ શહેર નો  એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાના પિતાની સાથે રહેતી તરુણી એ સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી છે.

મળેલી માહિતીના આધારે રાજકોટ શહેર ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા કિશન પાર્કમાં રહેતી આયુષી રાવલ નામની ૧૭ વર્ષની કિશોરી એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટુકાવ્યું હતું. સમગ્ર બાબતની તાલુકા પોલીસ ને જાણ થતા તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ ત્યાં પહોચી ગઈ હતી. ઘટના સ્થળે પહોચ્યા બાદ તાલુકા પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોટમ માટે મોકલી હતી. સ્થળની તપાસ કરતા કિશોરીની લાશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી છે. 

આ કેસ ની પોલીસ તપાસ કરી રહી છે.આ આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વહાલી દીકરી એ આ રીતે આત્મહત્યા કરતા ઘરના લોકો માં શાંતિનો માહોલ ઉભો થયો છે.  પરિવારજનો મા શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસને  પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું કે ,માતા પિતાના છુટા છેડા થાય બાદ આયુષી પિતા સાથે રહી અભ્યાસ કરતી હતી. તરુણી એ સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, “હું ઘણા સમયથી ડીપ્રેશન માં છુ. મારા આપઘાત પાછળ કોઈનો વાંક નથી.  I AM SORRY, હું જીવી નહિ સકું.”  આ સમગ્ર ઘટના ને તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ કરવા જણાવ્યું છે અને તરુણી એ કયા કારણોસર ડીપ્રેસન માં રહેતી હતી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.