રાજકોટ મા 14 વર્ષની દિકરી એ ગળાફાસો ખાઈ ને આપઘાત કરી લીધો ! કારણ જાણવો તો આંચકો લાગશે

આજકાલ લોકો નાની નાની વાતોમાં આત્મહત્યા જેવું પગલું ભરી લેવામાં ક્ષણભારનો પણ વિચાર નથી કરતા. થોડી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો નથીને દુખી થઈને જીવન ટૂંકાવી દે છે. એવામાં હાલ ગુજરાતના રાજકોટ શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 14 વર્ષની પાયલ નામની છોકરીએ ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવી દીધું હતું. આ એક વાલીઓ માટે આંખ ઉઘાડતા કિસ્સો છે.

આ કિસ્સા પર વધુ પ્રકાશ પાડતા એવું બહાર આવ્યું છે કે રાજકોટ શહેર નજીક આવેલ લોઠડા ગામમાં આવેલ અનાજ કરીયાણાની દુકાન ધરાવતા મુન્નાભાઈ બાવળીયાની પુત્રી 14 વર્ષની પાયલ પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવી દીધું હતું. આ કિસ્સો બહાર આવ્યો ત્યારે આસપાસ બધા એરિયામાં અરેરાટી છવાઈ ગઈ હતી. 14 વર્ષની પાયલે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો અને થોડા સમય બાદ બાજુમાં રહેતી પિતરાઈ બહેને રૂમનો દરવાજો ખખડાવ્યો અને દરવાજો ન ખોલતા રૂમની બારીએથી ડોકિયું કર્યું અને પાયલને એ હાલતમાં જોઈ તુરંત તેના પિતાને બોલાવ્યા હતા. એ પછી પાયલને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.

આ વાતની જાણ થતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એ પછી હોસ્પીટલે પંહોચી હતી. ત્યારે એમને મૃતક પાયલના પિતા સાથે વાત કરી હતી જ્યાં એમને જણાવ્યું હતું કે એમને કુલ બે સંતાનો છે જેમાં પાયલ નાની દીકરી છે અને એ ખુદ ઘરનો બધો ભાર ઉઠાવે છે, ગામમાં અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે અને એમની પત્ની અને બાળકોની માતા એમને છોડીને ઘરે બેઠી છે.
હજુ પાયલે ક્યા કારણોસર આત્મહત્યા કરી એ બહાર નથી આવ્યું અને સાથે જ ઘર માંથી કોઈ ચિઠ્ઠી પણ મળી નથી. પણ આ કિસ્સો દરેક માતાપિતાની આંખ ઉઘાડનાર કિસ્સો છે. આજકાલ નાની ઉંમરના બાળકોમાં આત્મહત્યાના કિસ્સા ઘણા વધી રહ્યા છે અને એવામાં ઘરમાં ચાલી રહેલ માતાપિતા વચ્ચે ઝઘડા અને પરીક્ષાના તણાવ વચ્ચે બાળકોની માનસિક હાલત પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.