રાજકોટમાં ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઈક અડફેટે લેતા ૨ યુવકોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત ! જ્યારે અન્ય યુવક…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના રાજકોટના કાલાવડ રોડ આણંદપર નજીક ગાર્ડી કોલેજ પાસેથી સામે આવી રહી છે. નીકાવાથી જમીને પરત આવી રહેલા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો. ઘટના એવી હતી કે એક પૂરપાર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઈક સવાર આ ત્રણ યુવકોને અડફેટે લેતા ખુબજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અડફેટે લેતાજ ફંગોળાઈને રોડ પર પટકાયું હતું. જેમાંથી ૨ યુવકો રોહિત અને હસમુખ મહેતાનું ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ નામના યુવકને તરતજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વાત કરીએ તો રોહિત રસીકભાઈ જાખેલીયા (ઉં.વ.25) ગઇકાલે રાત્રિના તેના મિત્ર હસમુખભાઈ મહેતા (ઉં.વ.45) અને વિપુલ જેન્તીભાઈ પંસારા (ઉં.વ.28) સાથે બાઇકમાં સવાર થઈ નિકાવા જમવા માટે ગયા હતા. હોટલેથી જમીને મેટોડા પરત ફરવા માટે નીકળ્યા હતા ત્યારે આણંદપર નજીક ગાર્ડી કોલેજ પાસે પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે અડફેટે લેતા ત્રણેય મિત્રો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાંથી ત્રણેયને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમાંથી બે યુવકોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અને એક ને સારવાર અર્થે તરતજ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત બાદ રાતના સમયે લોકો ટોળે ટોળા વળી ગયા હતા તેમજ ખુબજ ટ્રાફિક જામ થયો હતો. મૃતક રોહિતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે ફ્રૂટ વેચવાનું કામ કરતો હતો અને 3 ભાઇમાં તે સૌથી નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. ઈજાગ્રસ્ત વિપુલ પંસારા કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે.”

તેમજ સારવારમાં રાજકોટ સિવિલે પહોંચે તે પહેલા રોહિત જાખેલીયા અને હસમુખભાઈ મહેતાએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. આથી બન્નેના મૃતદેહને લોધિકા પોલીસે પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમ ખસેડી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્ત વિપુલ પંસારાને સારવારમાં ખસેડાયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.