રાજકોટમાં યુવકે ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવ્યું! ATM માંથી ચોરી…કારણ જાણી તમને આંચકો લાગશે
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે ATMમાંથી 17 લાખની ચોરીમાં પોલીસના અસહ્ય ત્રાસથી ઘરે ફાંસો ખાઇ કર્યો આપઘાત.
મિત્રો તમને જણાવીએ તો આ આપઘાતની ઘટના રાજકોટમાં રૈયાનાકા ટાવર પાસેથી સામે આવી રહ્યો છે જ્યાં અતુલગીરી ગોસ્વામી નામના યુવકે સોમવારે સાંજે તેના ઘરે અગાશી પર ચાદરને પંખાના હૂક સાથે બાંધી ફાંસો ખાઇ લીધો હતો, પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો
આમ ચોરીની ઘટના એવી બની કે જયના માતા રીનાબેન અને પિતા અતુલગીરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જય એટીએમમાં પૈસા નાખવાનું કામ કરતી સિક્યોર વેલ્યુ નામની એજન્સીમાં કામ કરતો હતો, ગત તા.15ના જય સહિતનો સ્ટાફ જસદણ ગયો હતો અને એટીએમમાં રૂ.22 લાખ નાખ્યા હતા, ત્યારબાદ એટીએમમાંથી રૂ.17 લાખની ચોરી થતાં જસદણ પીઆઇ રાણા સહિતના સ્ટાફે બોલાવતા જય અને તેના પિતા અતુલગીરી સહિતના લોકો જસદણ પોલીસ સ્ટેશને ગયા હતા.
જયને એક કિડની હોવાની વાત કરવા છતાં પીઆઇ રાણા સહિતનો સ્ટાફ તેના પર ચડીને ખૂંદવા લાગ્યા હતા, ચોરી કબૂલી લેવા માટે જયને અસહ્ય માર માર્યો હતો. આજે સોમવારે જય રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો હતો ત્યાં મેનેજર રવિન્દ્ર સહિતના સ્ટાફે કલાકો તેને બેસાડી રાખી ટોર્ચર કર્યો હતો, બપોરે ઘરે આવ્યા બાદ સાંજે જયે અંતિમ પગલું ભરી લીધું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.