રાજકોટમાં ધોળા દિવસે યુવકને છરીના ઘા ઝીકીને ઢીમ ઢાળી દીધું! હત્યારું બીજું કોઈ નહીં પણ… કારણ છે ચોકવી દેતું
આ દુનિયામાં ક્યા વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી ઘણી વખત કોઈ ઝઘડાને લઈને હત્યાના કિસ્સામાં પણ વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત તઃતું હોઈ છે આમ તેવીજ રીતે હાલમાં એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક ૨૬ વર્ષીય યુવકનું રસ્તા પરજ છરીના ચાર ઘા ઝીંકી કરપીણ હત્યા થઇ છે. તો આવો તમને આ સમગ્ર મામલો વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો હત્યાની આ હચમચાવી દેતી ઘટના રાજકોટ શહેર માંથી સામે આવી રહી છે જ્યાં નવા થોરાળા મેઈન રોડ પર સ્વામી નારાયણ સ્કૂલ સામે રહેતો અને મનપાની ઢોર પકડ પાર્ટીમાંકોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા ગત મોડી રાત્રે 80 ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.1 નજીક હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
આમ જે બાદ આજુબાજુ વાળા લોકોને જાણ થતા તરતજ તેઓએ108ને જાણ કરી જે પછી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારને થતા તેમના પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. આમ આ હત્યાના બનાવની જાણ થોરાળા પોલીસને તરતજ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોચ્યો હતો અને આગળ ની તપાસ હાથ ધરી હતી.
તો વાળી પોલીસ તપાસમાં અમુક એવી માહિતી સામે આવી કે મૃતકને તેના જ વિસ્તારમાં રહેતા અમુક શખ્સો સાથે અગાઉ માથાકુટ થઈ હતી. જેના કારણે તેની કરપીણ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. તો વળી આ સમગ્ર હત્યાની ઘટનાને પગલે પોલીસે બે આરોપીને દબોચીને હત્યાનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.