રાજકોટમાં પરણીતાએ સગર્ભા ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું ! સ્યુસાઇડ નોટ માં લખ્યું,” મારો પતિ…કારણ જાણી ધ્રુજી ઉઠશો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પરણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
મિત્રો આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યાં GIDCમાં ગેઇટ-2 પાસે આવ એકતાનગરમાં રહેતી અને 7 મહિના પૂર્વે લગ્ન કરનાર નવોઢા જયશ્રીબેન નયનભાઈ દાફડા (ઉં.વ.22)એ ગઈકાલે રાત્રિના પતિ બહાર ગયા બાદ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેમજ તેણીને બે માસનો ગર્ભ પણ હતો.પરિણીતાએ આપાઘાત કરતા પહેલા એક ચીઠ્ઠી પણ લખી હતી. આમ જ્યારે પરણીતાએ આપઘાત કર્યો છે તેની જાણ પરિવાર ને થતા તરતજ તેને બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી તેને મૃત જાહેર કર્યા હતાં.બનાવને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી. આમ જે સ્યુસાઇડ નોટ લખી હતી તેમાં તેણીએ લખ્યું હતું કે, “મારા પતિને અન્ય ક્રી સાથે સંબધં છે માટે આ પગલું ભં છું.” આમ તે બાદ પરિણીતાના માવતરે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે તેને પતિ માનસિક ત્રાસ આપતો હોવાથી તેણે આ પગલું ભરી લીધું હતું.આ અંગે લોધિકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમને જણાવીએ તો મૃતક પરિણીતાના પતિ નયનભાઈએ જણાવ્યું હતું કે તે રિક્ષા ચલાવે છે અને તેના લગ્ન સાત માસ પહેલાં થયા હતા.
ઉલ્લેખનીય છે કે નયનભાઈ ગત સાંજે તેઓ ઘરે આવ્યો ત્યારે તેમની પત્ની જયશ્રીએ કહ્યું હતું કે પાડોશીને રેલવેસ્ટેશન મૂકવા જવાના છે, જેથી તેઓ ભાડું કરવા ઘરેથી નીકળ્યો હતો તેમજ તેમને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ નથી તેમજ ઘરમાં પણ કોઈપણ પ્રશ્ન ન હતાં છતાં પત્નીએ કેમ આ પગલું ભર્યું એ અંગે તેઓ પણ અજાણ હોય. સુસાઇડ નોટ શંકાસ્પદ લાગી રહ્યાનું નયનભાઈએ જણાવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.