રાજકોટ મા વ્યાજખોરોના ત્રાસ થી કંટાળી દવા પી લેનાર ધોળકીયા પરીવારના ત્રણેય સભ્યો ના મોત થયા ! વ્યાજ સાથે રકમ ચૂકવી છતાં
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં ૧૮ નવેમ્બરની મોડી રાત્રે એક વેપારી પરિવારે ઝેરી દવા પીય લીધી હતી જેના ૨-૩ દિવસની અંદર પરિવારના ત્રણ સભ્યો માંથી વેપારીના પુત્રનું ૨૦ તારીખે અને વેપારીની પત્નીનું ૨૧ તારીખે મૃત્યુ થયું હતું જ્યારે પુત્રના પિતાએ સારવાર દરમિયાન આજે દમ તોડી દીધું છે.
આ આપઘાતનો કિસ્સો રાજકોટના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતા વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ પત્ની માધુરીબેન અને પુત્ર ધવલ સાથે 18 નવેમ્બરની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી કિર્તીભાઈ દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ તરતજ હોસ્પિટલ દોડી ગઇ હતી અને પુત્ર ધવલના નિવેદન પરથી ફરિયાદ નોંધી હતી. જે બાદ ધવલે ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ત્રણેયે ઝેરી પીધી હોવાનું જણાવ્યું હતું. જે પછી ધવલનું 20 નવેમ્બરે અને માધુરીબેનનું 21 નવેમ્બરના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આને જે પછી આજે કિર્તીભાઈએ પણ દમ તોડી દીધું છે.
આ આપઘાતની ઘટના બાદ સમગ્ર સોની પરિવારમાં માતમ ચવાઈ ગયો છે. વાત કરીએ તો સારવાર લઇ રહેલ પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોરો નાં ખુલાસા થયા હતા જે બાદ તરતજ પોલીસે મનીલેન્ડ એક્ટ, IPC 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ જણાવીએ તો જ્યારે ધવલની પત્ની પિયરે ગઈ હતી. તેમજ ધવલ તેના પિતા સાથે ઝેરોક્ષ ની દુકાન ચલાવે છે જ્યારે ધવલ તેના પિતા સાથે દુકાને હતો ત્યારે તેના પિતાએ વાત કરી કે આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે. આથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતાએ ઝેરી દવાની બોટલ કાઢી હતી અને દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું સામે આવ્યું હતું.
આ આપઘાતની ઘટનામાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબ શાહ પાસેથી રૂ.8 લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત કિર્તીભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યું હતું ઉલ્લેખનીય છે કે સોની પરિવારના કીર્તિભાઇ ધોળકિયાએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી વ્યાજખોરો વારંવાર આપતા હોવાથી ગત 18 નવેમ્બરના રોજ સમગ્ર પરિવારે એક સાથે ઝેરી દવા પી લીધી હતી. જેમાં સારવાર દરમિયાન કિર્તીભાઇના પુત્ર ધવલ અને પત્ની માધુરીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે કિર્તીભાઇનું આજે સારવાર દરમિયાન મોત થતા સોની પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જોકે તો પણ હાલમાં હજી બે આરોપીઓને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી છે.
આમ આ સાથે તુષારભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, એક આરોપીના પિતા હોસ્પિટલમાં આવીને ધવલને કહ્યું હતું કે, તમારે આ ક્યાં કરવાની જરૂર હતી. તમે બધા સાજા થઈ જાવ વહેલીતકે અને તમારી બધી રકમ માફ કરીએ છીએ. બાદમાં અમે પોલીસને પણ આ અંગે જાણ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ધવલની તબિયત એકદમ સારી હતી અને તેણે જ પોલીસને સાનભાનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને તેના પરથી જ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો