રાજકોટમાં માત્ર 4 હજારની લેતી દેતીના મામલે બે શખ્સોએ એક યુવક પર હુમલો કરતા થયું મોત…
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અપહરણ, હત્યા , ચોરી, મારાંમારી, લૂંટફાટ વગેરે ગેરકાનૂની કામ ખુબજ વધી ગયા છે તેમજ હાલ એક તેવોજ હત્યાનો મામલો સામે આવી રહ્યો છે જે જાણી તમે પણ ચોકી જશો. આ ઘટનામાં પૈસાની લેતીદેતી બાબતે પાનની દુકાન પાસે બે શખસોએ સરાજાહેર પટેલ યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચાલો તમને આ ઘટના વિશે વિસ્તારમાં જણાવીએ.
આ ઘટના રાજકોટના માવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસેથી સામી આવી છે. જ્યાં બાપા સીતારામ ચોક નજીક રીયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ બી વીંગ ફ્લેટ નંબર 304 માં રહેતા મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડીયા(ઉ.વ.33) નામના યુવાન પર બુધવારે સમી સાંજના અક્ષર માર્ગ પાસે શિવ પાન નજીક હાર્દિકસિંહ જાડેજા તથા દીપ લાઠીયા નામના શખસે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો જેમાં યુવાનને પડખાના ભાગે, હાથના ભાગે મળી કુલ છરીના ત્રણ જેટલા ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર દિવ્યેશને પણ આરોપીઓએ મારમાર્યો હતો. બનાવના પગલે અહીં લોકો એકત્ર થઈ જતા આ બંને શખસો નાસી ગયા હતા બાદમાં ઘવાયેલા યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આમ સરાજાહેર બનેલી ઘટનામાં ટોળું એકઠું થઇ ગયું હતું અને બનાવની જાણ માલવીયાનગર પોલીસને થતા પોલીસ ઘટના દોડી ગઇ હતી જ્યાંથી બંને હુમલાખોરને ઝડપી પાડ્યા હતા અને તેની સામે ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આજે બનાવ હત્યામાં પરિણમતા બન્ને વિરુધ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં મૌલિક ઉર્ફે ભોલાને હાર્દિકસિંહ પાસેથી રૂ.4 હજાર લેવાના હોય આ બાબતે તેણે તેને બોલાવ્યો હતો. જેમાં યુવાન અને તેનો મિત્ર અહીં આવ્યા બાદ થોડી વારમાં હાર્દિકસિંહ અને દીપ લાઠીયા આવ્યા હતા. આ બંનેએ પૈસા બાબતે યુવાન સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી ત્યારબાદ ઉશ્કેરાઇ હાર્દિકસિંહે છરી કાઢી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો
તેમજ આ અંગે યુવકના પિતા ચંદુભાઈ ભગવાનજીભાઈ કાકડીયા (ઉ.વ.63) ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે આરોપી હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયા સામે આઇપીસીની કલમ 307, 326, 324, 323, 504, 118, 114 મુજબ ગુનો નોંધ્યો હતો. અને હવે તેમાં હત્યાની કલમ 302 નો ઉમેરો કરવામાં આવશે. પકડાયેલા આરોપીઓ પૈકી હાર્દિકસિંહ જાડેજા સામે અગાઉ પણ એ.ડિવિઝન પોલીસ મથકમાં બળજબરીથી વસ્તુ પડાવી લેવા અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.