સુંદરીભવાની ગામમ ત્રણ લોકો પણ દીવાલ પડતા તેમનું કમકમાટી ભર્યું મોત થતા ગામમાં અરેરાટી થવા પામી હતી…..જાણો વધુ વિગતે

વ્યક્તિને મોત કયારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈને પણ ખબર હોતી નથી. લોકોની નાની એવી ભૂલ કે બેદરકારીને લીધે પણ મોટું અકસ્માત સર્જાતું હોઈ છે અને તે ઘટનમાં તેનું મૃત્યુ થઈ જતું હોઈ છે તેમજ હાલ વરસાદને લીધે વીજળી પડવાથી ઘણા લોકો નું મૃત્યુ થયું છે તો વળી આ ઘટનમાં ચાલુ વરસાદે ૩ વ્યક્તિઓ જેમાં એક મહિલા પર દીવાલ પડતા ત્રણેયનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના હળવદના સુંદરીભવાની ગામે ગઈકાલે ત્રાટકેલ તોફાની વરસાદમાં વાડીએ ખેડૂત પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ પડતા મોત નીપજ્યા હતા. જેને લઈ નાંનાં એવા ગામમાં અરેરાટી વ્યાપી હતી. બીજી તરફ આજે સવારે ત્રણ અર્થીઓ ઉઠતા સુંદરીભવાની ગામનું પરિવાર અને ગામના લોકો હિબકે ચડ્યા હતા. આ દુઃખદ ઘટનામાં બે બાળકોએ માતા-પિતા અને એક બાળકે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

આ પછી ગામના સરપંચે સરકારના નિયમ મુજબ આ ગરીબ ખેડૂત પરિવારને સહાય ચુકવવા ભાર પૂર્વક જીલ્લા વહીવટી તંત્રના પ્રતિનીધિઓને રજૂઆત કરી હતી. ગઈકાલે સાંજે હળવદના સુંદરીભવાની ગામે વાદળ ફાટવા જેવી સ્થિતિમાં એક સામટો સાડાપાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી વરસાદથી બચવા ખેડૂત પરિવારના છેલાભાઈ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઇ દેગામા વાડીએ મકાનની દીવાલની ઓથે ઉભા રહી ગયા હતા.

જોકે, તેમને કાળ બોલાવતો હોય તેમ દીવાલની ઓથમાં ઉભા રહેતા જ અચાનક દીવાલ ધસી પડતા ત્રણેય લોકો દીવાલ હેઠળ દટાઈ જતા કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. તેમજ છેલાભાઈનું દેગામાં નું મૃત્યુ થતા તેમની દીકરી માનસી ઉર્ફે ઢબુએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.જયારે વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઇ દેગામાનું મૃત્યુ નીપજતા તેમના પુત્ર યશપાલ ઉ.7 અને ભૂમિ ઉ.૫ નોધારા બન્યા હતા.

સુંદરીભવાની ગામના ખેડૂત પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ પડતા મૃત્યુ નિપજતા તેમના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય અને હળવદ -ધ્રાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુ ઠાકોરે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવાની માગ કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.