સુરતમા માતા બાવા સાથે ચાલી જતા 13 વર્ષ ના માસુમે ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ! સ્યુસાઈડ નોટમા લખ્યુ કે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પોતાના માતા પિતાનું સ્થાન ઘણું મહત્વનું હોઈ છે તેમાં પણ જો વાત માતા અંગે કરીએ તો કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોચી શકતા નથી માટે તેમણે માતાને ધરતી પર મોકલ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક બાળક પોતાની માતા સાથે ખાસ સંબંધ ધરાવે છે.

બાળક નાનું હોઈ કે પછી કોઈ મોટી ઉમરનો વ્યક્તિ થઇ જાય છતાં પણ તેના જીવનમાં માતા નું સ્થના યથાવત રહે છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક માતાની ઈચ્છા પોતાના બાળકને આગળ વધારવાની અને સફળ વ્યક્તિ બનાવવાની હોઈ છે. આઆખા સંસાર માં માતા એકજ એવી વ્યક્તિ છે કે જે પોતાના સંતાનને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે.

પરંતુ ઘણી વખત સમાજમાં એવા બનાવો બની જાય છે જેના કારણે માતા સંતાનના પવિત્ર સંબંધ ને ઘણી ઊંડી અસર પહોચાડે છે. હાલમાં એક આવો જ દુખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં માતા ના વિરહમાં અને માતાને મળવાની આશામાં એક બાળકે ફાંસી લગાવી ને આત્મ હત્યા કરી છે. આ દુખદ બનાવ અંગેની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ બનાવ સુરત જીલ્લાનો છે અહી આવેલા કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં એક ૧૩ વર્ષના બાળકે આત્મ હત્યા કરી છે જેની પાછળ નું કારણ ઘણું ચોકાવનારું છે. જો વાત આત્મ હત્યા કરનાર આ બાળક અંગે કરીએ તો તેનું નામ પાર્થ છે. કે જે પોતાના પિતા સાથે રહે છે. જણાવી દઈએ કે પાર્થની માતાએ આશરે દોઢ વર્ષ પહેલા તેના પિતા સાથે છુટ્ટા છેડાલઇ લીધા હતા.

જે બાદ તે કોઈ બાવા સાથે ચાલી ગઈ હતી અને સાધ્વી તરીકે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. જો કે આ બાળક પોતાની માતા નો વિરહ સહન ણ કરી શક્યો અને માતા ને મળવા અંગે ઈચ્છા વ્યક્ત કરી ત્યારે અ બાવા ઉર્ફે ઘનશ્યામ બરોડે બાળકને કહ્યું કે તે પાર્થને તેની માતાને મેળવી દેશે પરંતુ તેના પિતાને કહે કે તે મને ( બાવા ) ને કઈ ના કરે. ઉપરાંત પાર્થના પિતા દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે આ બાવો એકલામાં પાર્થને ધમકી પણ આપતો હતો.

તેવામાં જયારે પાર્થના પિતા બહાર ગયા ત્યરે બાવાએ તેને માતાને મેળવવાનો અને પિતાને મને કઈ ન કરે તેમ કરવા જણાવ્યું હતું. જો કે આત્મ હત્યા પહેલા બાળકેએક સુસાઇડનોટ પણ લખી હતી જેમાં તેણે લખ્યું કે પપ્પા મારે તો મરવું ન હતું, પણ શું કરવું. બાવાએ આજ મને કીધું તમે ગયા પછી તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કહે કે મને કંઈ ના કરે. પછી મેં વિચાર્યું કે શું કરવું, પછી મેં વિચાર્યું કે આત્મહત્યા કરું.

આમ બાળકની સુસાઇડનોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ હતો અને એ બાબત અંગે પણ સાફ માહિતી મળતી હતી કે બાળક પોતાની માતા ને પ્રેમ ને ઝાંખી રહ્યું છે અને પોતાની માતાને મળવા માટે પણ ઘણું રીબાઈ રહ્યું છે. પાર્થના પિતાએ એ પણ જણાયું કે પાર્થ રોજ એક જ હઠપકડતો કે મારે માતાને મળવું છે તેવામાં પાર્થના નિધન થી પરિવારમાં શોક નો માહોલ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.