સુરતમાં હેવાનિયતની હદો પાર ! હેવાને 7 વર્ષીય માસુમ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી….હત્યા પહેલા
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી રહયા છે. આ હત્યાની પાછળ ઘણા કારણો હોઈ છે જે એકના એક દિવસે જરુરુ લોકોની સામે આવતા હોઈ છે. આજના સમયમાં ક્યાં વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે ગંભીર ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે હાલ એક હત્યાનો હચમચાવી દેતી ઘટના સામી આવી રહી છે. જેમાં એક સગીરાનું મૃત્યુ થયું. આવો તમને આ હત્યાની ઘટના વિગતે જણાવીએ.
આ હત્યાની ઘટના સુરતના કતારગામમાંથી સામે આવી રહી છે જ્યાં માસૂમ બાળકીનોહત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો. આમ બાળકીનો મૃતદેહ મળવાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ,ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યાં હતા. આ બાળકી સવારે 11 વાગે ગુમ થઇ ગઈ હતી. આમ આ હત્યાની ઘટના બાદ તિરૂપતિ નગરમાંથી જે મકાનમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો તે ઘટના સભ્યો ફરાર છે.
આ બંધ મકાનમાંથી બાળકીનો આવી રીતે મૃતદેહ મળી આવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નાની માસુમ બાળકીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. તેમજ આ ઘટના બાદ પોલીસે તરતજ હત્યારાને પકડવા અલગ અલગ ટિમ બનાવીને તપાસ આગળ ધરી હતી અને માસુમ બાળકીનો હત્યારો ભાગી જાય એ પહેલા જ ગણતરીની કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપીનું નામ મુકેશ પંચાલ છે અને તે વેલ્ડિંગના મજૂરીકામ સાથે સંકળાયેલો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.