સુરેન્દ્રનગરમાં ફક્ત ધોરણ ત્રણમાં ભણતા આ વિધાર્થીને એવી રીતે મૌત ભેટી ગયું કે જાણી રુંવાટા બેઠા થશે….
આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. કોઈ ગંભીર અક્સાતમાં તો કોઈ વળી હત્યાની ઘટનામાં મૃત્યુ પામતા હોઈ છે તેવીજ રીતે હાલ એક મૃત્યુની હચમચાવી દેતી ઘટના સમી આવી રહી છે જેમાં એક સ્કુલમાં ધોરણ ૩માં અભ્યાસ કરતા નાના બાળકનું મોત થયું છે. વિદ્યાર્થી ને મોત એવી રીતે આંબી ગયો કે કે તમે મનમાં પણ વિચારી નો શકો આ વો તમને આ ઘટનાની વિગતે માહિતી આપીએ.
વાત કરવામાં આવે તો મોતની આ ધ્રુજાવી દેતી ઘટના સુરેન્દ્રનગરના દસાડાના ધામા ગામ માંથી સામે આવી રહ્યો છે. જ્યાં એક ધોરણ ૩માં ભણતા બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં થયું એવુ હતું કે સ્કુલ પાસેજ પાણીના સંપની કામગીરી ચાલતી હતી. અને તે દરમિયાન જ સ્કુલ પાસેના ખાડામાં પડ્યો જેના લીધે તેને ગંભીર ઈજા થતા ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું.
તો વાળી આ ઘટનાને પગલે પરિવારના લોકોએ તંત્રની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં કુલદીપ ધરમશીભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. તેમજ નોંધનીય છે કે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી હતી. રાજકોટના રૈયા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હર્ષ ઠક્કર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડની વચ્ચેવચ્ચ થઈ રહેલા કંસ્ટ્રક્શન કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પડ્યા બાદ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો.
આમ રાજકોટમાં ખાડામાં પડવાથી યુવકનું મોત થવાની ઘટનામાં મૃતક હર્ષના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે મહાનગર પાલિકાના જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે. પિતાએ ઘટનાના 15 મિનિટ પહેલા જ વાત કરી હતી અને આ ઘટના અંગે તેમણે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.