જે અદાલતમાં દાદા હતાં ચોકીદાર, પિતા હતાં ઇન્દોરની જિલ્લા કોર્ટમાં ડ્રાઇવર તેજ કોર્ટમાં પુત્ર બન્યો જજ, વાંચો તેમની સફળતાની સ્ટોરી

જેમ તમે જાણોજ જાણોજ છો કે જીવનમાઁ સફળતા મેળવવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તેમજ લોકો તેમના જીવનમાં ખુબજ અભ્યાસ પણ કરવો પડતો હોઈ છે. તેમજ જે વ્યક્તિ તેની નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરે છે તેવી વ્યક્તિ અન્ય લોકોને પણ મદદરૂપ થઈ તેમને લક્ષ્ય પ્રાપ્તિ કરાવવા કાર્યશીલ રહેતી હોય છે. હાલ એક તેવાજ વ્યક્તિની આપણે અહ્યા વાત કરીશું.

મધ્ય પ્રદેશ ના ઇન્દોરમાં રહેતા 26 વર્ષીય ચેતન બજાડને સિવિલ જજ ક્લાસ 2ની પરીક્ષામાં સફળતા હાંસિલ કરી છે. ખાસ વાત તો એ છે કે, ચેતનના પિતા ઇંદોરની જિલ્લા કોર્ટમાં ડ્રાઇવર છે. જ્યારે એના દાદા આ જ અદાલતમાં ચોકીદાર રહી ચુક્યા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં લેવામાં આવેલી સિવિલ જજ ક્લાસ 2ની પરીક્ષામાં ચેતન બજાડે ઓબીસીમાં 13માં રેન્ક હાંસિલ કર્યો છે. તેને લેખિત પરીક્ષામાં 450માંથી 257.5 માર્ક મેલ્યા છે.

ચેતને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,મારા પિતા ગોવર્ધનલાલ બજાડ ઇંદોરની જિલ્લા કોર્ટમાં ડ્રાઇવર છે. મારા દાદા હરિરામ બજાડ આ જ અદાલતમાં ચોકીદાર હતા. વધુમાં કહ્યું હતું કે, મારા પિતાનું હંમેશાથી એક સપનું હતું કે, તેના ત્રણ પુત્રોમાંથી એક પુત્ર જજ બને. મારા બન્ને ભાઈઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ તેને અસફળ રહ્યા હતા. આખરે મેં આ સપનું પૂરું કર્યું. પિતાને આદર્શ બતાવનાર ચેતને જણાવ્યું હતું કે, એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સિવિલ જજ ક્લાસ2ની ભરતી પરીક્ષામાં ચોથા પ્રયાસે સફળતા પ્રાપ્ત કરી હતી

સામાન્ય કુટુંબમાંથી આતા ચેતનની દુનિયા આ સફળતા બાદ બદલાઇ ગઇ છે. ઘણા લોકો તેની સફળતાની કહાની સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. ચેતને કહ્યું હતું કે, જજ તરીકેનું મહત્વની જ્વાબદારી વળી ખુરશીમાં બેસતા જ મારો પ્રયાસ એવો રહેશે કે હંમેશા લોકોને જલ્દી ન્યાય મળે.

ચેતને જણાવ્યું હતું કે, હું બાળપણથી ઈચ્છતો હતો કે હું જ બનીશ, અને તે માટે એલએલબીની ડિગ્રી લીધા બાદ તનતોડ મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું. પરીક્ષાના સમયે સોશિયલ મીડિયાથી પણ દૂર રહ્યો હતો. સાથે જ દેશ-વિદેશમાં કાનૂનને લઇને શું ચાલી રહ્યું છે તે વિષે પણ અપડેટ લેતો હતો. હું મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરતો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *