મોરબી દુર્ઘટનામાં આ પરમાર પરિવારનો સેકન્ડોમાં હતો નહોતો થઈ ગયો ! ફરવા ગયા હતા પણ શું ખબર હતી…..

ગુજરાતી નવા વર્ષના પ્રારંભે રવિવારે મોરબીની દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકો વ્યથિત કર્યા છે. પુલ તૂટતાં અત્યાર સુધી એક સામટાં સરકારી આંક મુજબ 134 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વધી રહ્યો છે, હજુ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે મોરબીમાં માતમ છવાયો છે. લોકો રવિવાર હોવાને કારણે પોતાનજ ફેમિલી સાથે ફરવા આને ઝુલતા પુલણી મજા માણવા આવ્યા હતાં પણ તેઓને શું ખબર હતી કે તેમની ઝુલતા પુલણી ટિકિટ મૃત્યુની ટિકિટ હશે.

આમ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં નાના મોટા 134 જેટલા લોકોના અકાળે અવસાન થયાં છે મૃત લોકો માંથી રાજકોટમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. પરમાર પરિવારના 3 લોકોના મોતથી આક્રંદ છવાયો છે. આ ઘટનામાં રાજકોટના પરમાર પરિવારના એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રના મૃત્યુ થતાં એક સાથે પરિવારના 3 સભ્યોની સ્મશાન યાત્રા નીકળશે. મોરબી ફરવા અર્થે ગયા બાદ 3 લોકોના મૃત્યુ થતાં હવે પરિવારમાં માત્ર 1 પુત્ર બચ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ સાથે અન્ય લોકોની વાત કરીએ તો જામનગરના જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવાર મોરબી ફરવા ગયો હતો, પરંતુ આ સમયે ઝૂલતો પુલ તૂટી જતા આ પરિવારના 7 લોકોના મૃત્યુ થયાં છે. જેમાં 5 બાળકો પણ સામેલ છે. એક જ પરિવારના 7 લોકોના મૃત્યુ થવાની સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે એક જ પરિવારના સાત સભ્યોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ટ્રેક્ટરમાં જાડેજા પરિવારના સાત સભ્યોની અંતિમ યાત્રા નિકળવામાં આવી હતી.

આમ હાલની વિગતો મુજબ જિલ્લા પોલીસની ટીમે 9 લોકોની અટકાયત કરી છે. હવે પોલીસ દ્વારા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા બ્રિજના પ્રબંધક અને મેન્ટેન્સ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાનું ખુલ્યુ છે. આમ ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા.

આમ આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300 મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ છે. આમ આ દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *