ગામમાં એક સાથે ત્રણ લોકોની ઉઠી અર્થી, જોય આખું ગામ હિબકે ચડ્યું ! એવુ તો શું થયું આ પરિવાર સાથે…ઘટના જાણી ધ્રુજી ઉઠશો
મિત્રો આ દુનિયામાં કોને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત તો વળી કોઈ હત્યાની ઘટનામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ હચમચાવી દેતી મોતની ઘટના સામે આવી રહી છે આ ઘટનામાં એકજ પરિવારના બે બાળકીઓ સાથે માતા જીવતી સળગી ગઈ હતી. પૂરી ઘટના જાણી તમે પણ ધ્રુજી જશો.
જો વાત કરવામાં આવે તો આ ઘટના હમીરપુર જીલ્લા માંથી સામે આવી રહી છે જ્યાં બુધવારે રાત્રે હચમચાવી દેતો અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં એકજ પરિવારની બે બાળકી સહીત માતાનું પણ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે તમને જણાવીએ તો માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે, જેમનું માનવું છે કે અકસ્માત પાછળ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
આગની આ ઘટના કુરારા પોલીસ સ્ટેશન વિસ્તારના જલ્લા ગામમાં બની હતી. અહીં રાત્રે લગભગ 10.30 વાગ્યે રાજુ પાલના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ અહીં અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ સહિત કુરારા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પરંતુ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં ઘરમાં સૂતેલા રાજુ પાલના પત્ની અને તેની બે માસુમ પુત્રીઓનાં મોત નીપજ્યાં હતાં.
આમ આ ઘટના બાદ હમીરપુર જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. ચંદ્રભૂષણ ત્રિપાઠી અને એસપી શુભમ પટેલને હીટરમાંથી શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા , જેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં પોલીસનું માનવું છે કે ઘરમાં લગાવવામાં આવેલા હીટરમાંથી શોર્ટ સર્કિટ થઈ છે અને આગ લાગી છે. અનીતા (28), તેની પુત્રી મોહિની (6) અને નાની પુત્રી રોહિણી (3) આગને કારણે મૃત્યુ પામ્યા છે. જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.