લગ્નના મંડપ મા ભાઈ એ બહેન ને એવી ભેટ આપી કે સૌ કોઈ લોકો ની આંખમા આંસુ આવી ગયા…

એક દીકરી માટે પોતાનો પિતા બહુ જ મહત્વનો વ્યક્તિ ઘણાય છે જીવનમાં જેમ માતા દીકરાને વધુ પ્રેમ કરે છે તેમ દીકરી પોતાના પિતા ની સૌથી નજીક હોય છે અરે દીકરી તો પિતા માટે દિલનો ટુકડો હોય છે. પરંતુ ઘણીવાર દીકરી ઓ નાની ઉમર માં જ પિતાની પડછાઈ ખોઈ બેસતી હોય છે. સોશિયલ મીડિયા પર એક આવી જ પિતા વિનાની દીકરી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ દીકરી પોતાના પિતાની મૃત્યુ થયા બાદ લગ્ન કરવા જઈ રહી છે આથી સ્વાભાવિક છે કે કોઈ પણ દીકરી ને આવા શુભ પ્રસંગે પોતાના પિતાની કમી વર્તાતી હોય છે.

અને તેમને યાદ કરીને રડવું પણ બહુ આવતું હોય છે.પરંતુ આ લગ્નમાં અચાનક ભાઈ એવું કરે છે કે ત્યાં ઉપસ્થિત તમામ લોકો ની આંખોમાંથી આસુ  વહેવા લાગ્યા. જો આપણા માતા પિતા આપની સાથે હોય તો એ બહુ ભાગ્ય્શાળી જ ગણી સકાય. ઘણા લોકો ને માતા પિતાનો સાથ વધુ મળતો નથી. હાલમાં ઈન્ટરનેટ પર એક આવો જ વિડીયો વાયરલ થઇ રહ્યો  છે.

જેમાં એક ભાઈ એ તેની બહેનના લગ્નમાં પોતાના સ્વર્ગવાસી પિતાની મીણનું પુતળું બનાવ્યું અને શેરવાની મા તેને મંડપ સુધી લઇ આવ્યો. જયારે દીકરીએ પોતાના પિતાની મૂર્તિ જોઈ કે તેના આંખ માંથી આંસુ વહેવા લાગ્યા.

માત્ર એક દુલ્હન જ નહી  પરંતુ ત્યાં હાજર તમામ મહેમાનો ની આખો પણ નમ થઇ ગઈ. રવિવારે અચાનક જ આ વિડીયો ફેસબુક અને ઇન્સ્ત્રાગ્રામ પર  વાયરલ થયો. જેને જોઇને તમામ લોકો ભાવુક બની ગયા. આ વિડીયો તેલંગાણા ના વારંગલ નો જણાઈ રહ્યો છે. જયારે દુલ્હન પોતાની  માં , પતિ અને અન્ય મહેમાનો ની સાથે હોલમાં પ્રવેશ કરે છે કે તેની નજર સામેથી આવતા પિતાના મીણના પુતળા પર પડી. આ જોઇને તે રડી પડી.

પેવેલિયન માં આવેલા દીકરીના પિતાના પુતળાને જોઈ ને આવેલા તમામ  લોકોની  પણ આંખો ચમકી ઉઠી.આ વિડીયોને સૌથી પહેલા યુટ્યુબ પર વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યાં આને લાખો લોકો એ જોયો ત્યાર બાદ આની કલીપ ફેસબુક અને ઇન્સ્ત્રાગ્રામ પર પણ શેર કરવામાં આવી.

હા પરંતુ લોકો એ આ વિડીયોને બે ભાગમાં વહેચી દીધો છે. એક ગ્રુપ એ તેને આ વિડીયો  ભાવુક અને દિલ ને છુનાર વિડીયો ગણાવ્યો છે તો બીજા ગ્રુપમાં તેને  બહુ ક્રીપી જણાવ્યો છે. ઘણા લોકો એ કહ્યું કે લગ્ન પછી તેઓ આ પુતળા ને ક્યાં મુકશે.

વિડીયોમાં લોકો એ અનેક કમેનટો પણ  કરી છે. એક વ્યક્તિ એ તેને  ભાઈ તરફ થી બહેનને આપવામાં આવેલી સુંદર ગીફ્ટ કહ્યું , તો ત્યાં જ એક વ્યક્તિ એ લખ્યું કે મરેલા લોકો ને મર્યા જ રહેવા દો. લગ્ન પછી એ પુતળાને એક રૂમમાં બંધ જ કરવામાં આવશે. જે દીકરી એ પોતાના પિતાને ભૂલવા અંતે એટલા વર્ષો લગાવી દીધા તેણે આ ૨૦ મિનીટ ની ઘટના થી પાછી તે જ સમયમાં મોકલી દીધી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *