આ દેશ મા 12 લોકો ને સઝા એ મોત મળી ! તલવાર થી ગળુ કાપી મોત આપવામા આવ્યુ…ગુનો માત્ર એટલો કે…

આ દુનિયામાં જ્યારે જયારે પણ કોઈ વ્યક્તિ ગેરકાયદેસર કામ કે પછી કોઈ હત્યા, ચોરી, લુંટફાટ કરતો હોઈ છે તેનમી સામે તરતજ કાયદેસરની જે તી કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોઈ છે. તેમજ દરેક દેશમાંઅલગ નિયમ આને સજાની પણ આલગ રીત જોવા મળતી હોઈ છે. તેવીજ રીરતે આજે તમને એક દેશની સજા વિષે જણાવીશું જે જાણી તમે પણ ધ્રુજી જશો આવો તમને વિગતે જણાવીએ.ઘણા દેશમાં તો મોતની સજાનો તરતજ ચુકાદો આવી જતો હોઈ છે. આ દેશની વાત કરીએ તો ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયામાં 12 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ લોકોને 10 દિવસમાં સજા કરવામાં આવી છે. તેનું ગળું તલવાર વડે ચીરી નાખ્યું છે.

તેણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા કરવામાં આવેલા વચનોને પણ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ઉજાગર કર્યા છે.તેમજ વાત કરીએ તો સલમાને અહિંસક ગુનાઓ માટે ફાંસીની સજા રોકવાની વાત કરી હતી. પરંતુ જેમને ફાંસીની સજા આપવામાં આવી છે તેમના પર ડ્રગ સંબંધિત ગુનામાં સંડોવણીનો આરોપ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા છેલ્લા 12 લોકોની ડ્રગ્સ રાખવા/તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પાસેથી જે દવાઓ મળી આવી હતી તે ઉચ્ચ સ્તરીય દવાઓની શ્રેણીમાં સામેલ નથી. આ પછી પણ આ લોકોના ગળા કાપવામાં આવ્યા છે.

શરિયા કાયદા હેઠળ સાઉદી અરેબિયાની સરકારે જેમના ગળા કાપી નાખ્યા હતા તેમાં 3 પાકિસ્તાની, 4 સીરિયન, 3 સાઉદી અને 2 જોર્ડનનો સમાવેશ થાય છે. આ સાથે જણાવીએ તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં સાઉદી સરકારે 81 લોકોને મોતની સજા સંભળાવી હતી. તે સમયે સજા પામેલા 81 લોકોમાંથી 73 સાઉદી, 7 યમન અને 1 સીરિયન હતા.

આ લોકો પર બળાત્કાર, બાળકોનું અપહરણ, હત્યા, હથિયારોની દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો. તેમજ કેટલાક લોકો અલ કાયદા અને ISIS જેવા ઈસ્લામિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા. આમ સાઉદી અરેબિયામાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 132 લોકોને ફાંસી આપવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં વધુ છે. વર્ષ 2021માં સાઉદી સરકારે 69 લોકોને મોતની સજા સંભળાવી હતી. જ્યારે 2019માં 187 લોકોને આ સજા આપવામાં આવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *