ભારતના આ રેલવે સ્ટેશનમાં સ્ટેશન માસ્તર થી લઇ સફાઇકર્મચારી સુધીનો તમામ સ્ટાફ મહિલાનો જોવા મળે છે….જુવો તસવીરો
આજના જમાનામાં મહિલાઓ દરેક સેત્રમાં પુરુષોની સાથે જોવા મળે છે. તે પુરુષો થી કઈ કમ નથી તે સાબિત કરી બતાવ્યું છે.દરેક પ્રકારના કામ કે જે પુરુષો કરે છે તે કામ આજે મહિલાઓ પણ કરતી જોવા મળે છે.આજે દરેક શેત્રમાં મહિલાઓ પુરુષોની બરાબર જોવા મલી છે જેનું જીવતું જાગતું ઉદાહરણ આજે અમે તમારી સામે લઈને આવ્યા છીએ.જેમાં ભારતમાં આવેલું એક એવું રેલવે સ્ટેશન કે જેમાં માત્ર મહિલાઓ જ નોકરી કરતી જોવા મળે છે.કે જે આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણ નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આપણે ભારત દેશમાં આવેલા જયપુરની વાત કરી રહ્યા છીએ કે જ્યાં જયપુરમાં આવેલું ગાંધીનગર રેલવે સ્ટેશન તેની ખાસ વાત બાબતને લઈ ચર્ચામાં છે કે અહી દરેક કામ મહિલાઓ જ કરે છે.ગયા ત્રણ વર્ષથી અહી રેલવે સ્ટેશન નું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. જયપુર – દિલ્લી રૂટના આ મશહૂર રેલવે સ્ટેશનમાં ૪૦ કર્મચારીઓ કામ કરે છે.અને આ તમામ કર્મચારી મહિલાઓ છે.જેમાં સ્ટેશન માસ્ટર થી લઇ સફાઇ કર્મચારી સુધી દરેકમાં મહિલા જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ આરપીએફ ના સ્ટોફ માં પણ મહિલા કર્મચારી જોવા મળે છે.
આમ જયપુરના ગાંધીનગર રેલવે સ્ટેશન દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન જોવા મળે છે કે જ્યાં આખા રેલવે સ્ટેશન નું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ઉતર પશ્ચિમ રેલવે દ્વારા આ સ્ટેશનને ફેબ્રઆરી
૨૦૧૮ માં સંપૂર્ણ રીતે મહિલાઓને સોંપી દેવામાં આવ્યું હતું.આની પહેલા માટુંગા રેલવે સ્ટેશનનનું નામ આ રેકોરમાં સામેલ હતું જે માત્ર એક ઉપ નગરિય રેલ્વે સ્ટેશન હતું.
તમને જાણીને નવાઈ લાગશે કે આ રેલવે સ્ટેશન હંમેશા કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે.અહીથી રોજની લગભગ ૫૦ ટ્રેનો પસાર થતી હોય છે.આ ટ્રેનોમાં લગભગ ૭ હજાર પ્રવાસીઓ મુસાફરી કરતા હોય છે.એવામાં આટલા મોટા સ્ટેશને સંભાળવું એ કોઈ નાની રમતની વાત નથી. તેમ છતાં આ મહિલા સ્ટાફ આજ દિનસુધી તેનું દરેક કામ પરફેક્ટ જવાબદારી પૂર્વક નિભાવી રહી છે.અને ગાંધીનગર રેલવે સ્ટેશનનું સંચાલન કરે છે.એક સારું સંચાલન અને સરળ વ્યવસ્થા બને રહે તે માટે અહી દરેક જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે.
અહીંની મહિલા કર્મચારીઓ દિવસ રાત આમ ૮ કલાકની શિફ્ટમાં નોકરી કરતી જોવા મળે છે.આ રેલવે સ્ટેશનમાં પેડ વેડિંગ મશીન પણ લગાવવામાં આવ્યું છે.આ સ્ટેશનની દરેક મહિલામાં સારું તાલમેલ બની રહે તે માટે આ તમામ મહિલા કર્મચારીઓએ વોટસઅપ માં ‘ સખી ‘ નામનું ગ્રુપ પણ બનાવ્યું છે.આ વાતમાં કોઈ સક નથી કે જયપુરનું આ રેલવે સ્ટેશન મહિલા સશક્તિકરણ ની એક અનોખી પ્રેરણા પૂરી પાડે છે.
એક નવી આશા પણ જોવા મળે છે કે આ સ્ટેશનથી આપવામાં આવતી પ્રેરણા ના કારણે દેશના દરેક રેલવે સ્ટેશનમાં મહિલા ને પણ નોકરી મળી રહે.સાથે જ આ રેલવે સ્ટેશન એ પણ મિસાઈલ કાયમ કરી છે કે મહિલાઓ પુરુષોથી કમ નથી.મહિલાઓ પણ દરેક કામ પુરુષોની જેમ કરી શકવાની તાકાત, હિંમત અને સાહસ ધરાવે છે.