ગુજરાતના આ નાનકડા ગામમાં NRI યુવાને હેલિકોપ્ટરમાં કરી જોરદાર એન્ટ્રી ! પિતાએ પણ આવી એન્ટ્રીમાં કોઈ કચાસ ન રહે તેથી…જુઓ તસ્વીરો
મિત્રો આપણે જયારે જ્યારે પણ લાંબા સમય માટે પોતાના વતનથી કોઈ પણ કામ માટે જતા હોઇએ છીએ પછી તે નોકરી હોઈ કે હરવા ફરવા વગેરે તેવીજ રીતે જયારે ભારતનો કોઈ યુવક પરદેશ જાય છે અને ત્યાંજ નોકરી કરતો હોઈ જે આજીવન માટે હોઈ તેથી તેને ત્યાંની નાગરિકતા મેળવવી પડતી હોઈ છે.અને જ્યારે તે ત્યાંની નાગરિકતા મેળવે છે તો તે ભારત માટે NRI ગણાતો હોઈ છે. તેવીજ રીતે ગુજરાતનું ગામ ચરોતર જે વધારે પડતું NRI લોકોનું ગામ છે ત્યાં હાલમાંજ એક NRI યુવક લાંબા સમય બાદ પોતાના વતન પાછો આવતા કરી જોરદાર એન્ટ્રી. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો NRI યુવાનની પરિવાર સાથે વતનમાં અનોખી એન્ટ્રી, 12 વર્ષ પછી UKથી હેલીકોપ્ટરમાં કઠલાલ આવ્યો છે. તેમજ જ્યારે આ હેલીકૉપટર તેના ગામમાં લેન્ડ થયું ત્યારેતે ત્યાં ગામના લોકોની ખુબજ ભીડ જોવા મળી હતી. જાણો કોઈ સેલિબ્રિટી આવ્યું હોઈ તેમજ અને ખરેખર આ યુવાન કોઈ સેલિબ્રિટીથી કમ પણ લાગતો નોહતો. હેલીકોપ્ટરની આ એન્ટ્રીઓ જોઈ ગામના સોં કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. આમ તમને આ યુવાન વિષે જણાવીએ તો ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા ભીખાભાઈ દિવાનના 37 વર્ષિય પુત્ર આશીક પોતે છેલ્લા લગભગ 12 વર્ષથી UK સ્થાઈ થયા છે. આશીક પોતાની પત્ની શીરીન તથા બે સંતાન ફેઝ અને આયાત સાથે પરદેશમા રહે છે. આશીક પોતે પીઆર છે અને અહીંયા મોબાઈલની શોપ ચલાવે છે. તે વર્ષ 2009મા UK ગયા હતા.
જોકે તે પછી તેઓ આજે 12 વર્ષનો સમય વિત્યા બાદ પોતાના વતન આવ્યા હતા. આશીક પોતાની પત્ની અને સંતાનો સાથે ફ્લાઈટમા બેસી ગતરોજ સિધા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તેમજ આ આશિકના પિતાએ તેના દિકરાનું ભવ્ય સ્વાગત કર્યું અને ત્યાંથી બાય કાર હીરાપુરા ખાતેના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. જ્યાંથી ખાનગી હેલીકોપ્ટરમા બેસી સીધા કઠલાલ ખાતે આવી પહોંચ્યા હતા. કઠલાલ ખાતે કિશ્રિયન સોસાયટીની પાસે આવેલ મેદાનમાં આ હેલીકોપ્ટરનું લેન્ડિંગ થયું હતું. અને તેમાં બેઠેલા આસીફ અને તેઓની પત્ની અને સંતાનોની અનોખી એન્ટ્રી પડી હતી.
તેમજ જો વાત કરવામાં આવે તો સામે આશીકના માતા પિતા સહિત કૌટુંબિક લોકો ઉમળકાભેર વધાવી લીધા હતા. દિકરા, પુત્રવધુ અને પૌત્રનુ ભારે હૈયે ભીખાભાઈ દિવાન અને તેમના કૌટુંબિક લોકોએ સ્વાગત કર્યું હતું. આવી એન્ટ્રી સાથે વતન પ્રત્યેનો પ્રેમ જોઈ સૌ કોઈએ આ યુવાનને અભિનંદન પાઠવ્યા હતા. લાંબા સમય બાદ પુત્ર, પુત્રવધુ અને પૌત્ર આવતાં દિવાન પરિવારમાં આનંદનો માહોલ સર્જાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.