આ ગામ મા રીંગણા મા એવુ લખેલું જોવા મળ્યુ કે સૌ કોઈ એ હાથ જોડી લીધા ! જુવો શુ છે..

અયોધ્યામાં રામ નામ ના અનેક ભક્તો જોવા મળે છે જે રામ ભગવાનની પૂજા કરવામાં જ ચરમસુખ માની લેતા હોય છે. રામ ભગવાનની આ ભૂમિમાં તેમના જ પ્રતાપ નો એક કિસ્સો આજે જોવા મળ્યો છે જેમાં એક ગામમાં રીંગણા ના છોડ માં કઈક એવું લખેલુ જોવા મળ્યું છે કે જેના લીધે લોકો ની શ્રધ્ધા વધારે મજબુત થતી જોવા મળી છે જેમાં રીંગણ ના છોડ ના ફળમાં ‘રામ’ લખેલું જોવા મળ્યું છે અને લોકો આ રીંગણ ના દર્શન કરવા આવી ધન્યતા અનુભવી રહ્યા છે.

અયોધ્યાના બીકાપુર તહસીલના બાજાર ગામનો રહેવાસી ડોક્ટર રામ પ્રતાપ ના બગીચામાં એક એવું રીંગણા નો છોડ જોવા મળ્યો છે કે જેમાં ‘રામ’ નામ લખેલું રીંગણ જોવા મળ્યું છે. આમ રીંગણા પર રામ ભગવાન નું નામ જોઈ દરેક લોકો આશ્ચર્ય પામી રહ્યા છે. બાગબાની કરવાવાળા આ ડોક્ટર રામ પ્રતાપ સિંહ એ તો આ રીંગણા ને તોડી ને પોતાના ઘરમાં પૂજા રૂમમાં રાખવામાં આવ્યું છે.અને તેની પૂજા અર્ચના પણ શરુ કરી દેવામાં આવી છે.હવે આને રામ ભગવાનની ભક્તિ કરતા રામ ની મહેનત કહો કે પછી આડંબર .

વાત જે પણ હોય આ રામના પ્રતાપે જ થયું છે કે રીંગણા ના છોડ પર ના રીંગણા ની ઉપર રામ શબ્દ જોવા મળ્યો છે. મળેલી સુચના અનુસાર મેહર કબીરપુર નિવાસી રામ પ્રતાપ સિંહ છેલ્લા ૨૦ વર્ષોથી જાના બજાર બીકાપુર માર્ગ પર રહે છે. તેમને અનેક પ્રકાર ના છોડ વાવવાનો શોખ છે અને તેઓ બાગબાની કરતા હોય છે. તેના શાકભાજીના કયારામાં લાગેલા એક રીંગણા ના છોડ પર ચમત્કાર જોવા મળ્યો છે. જેમાં એક રીંગણ ના ફળમાં રામ નામ જોવા મળ્યું છે અને તેને  જોતા જ તેમની પત્ની એ આ રીંગણ ને પૂજા ઘરમાં રાખી લીધું છે અને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે.

આ છોડમાં લાગેલા અન્ય રીંગણ માં પણ રામ શબ્દ જોવા મળ્યું છે. અને જોત જોતામાં જ આ વાત વિસ્તારમાં એક કુતુહલ જોવા મળ્યો છે અને આ રીંગણ ચર્ચા નો વિષય બન્યા છે. અને રામ ભક્તો દર્શને આવતા જોવા મળ્યા છે. લોકો રીંગણા ની ક્યારી વિષે જ આખો દિવસ વાતો કરતા જોવા મળ્યા છે હવે આ ભક્તિ નો પ્રતાપ છે કે પછી આડંબર ,આતો લોકો જાણે પરંતુ રામની નગરીમાં તેનો પ્રતાપ આજે  લોકોના માથા પર ચડી બોલી રહ્યો છે. રીંગણા ના આ છોડ ના ઘણા ફળ પર રામ લખેલું જોવા મળ્યું છે. શાકભાજી ની ખેતી કરવાવાળા રામ પ્રતાપ સિંહ આને ભગવાનની કૃપા જણાવી રહ્યા છે, તેમણે એ પણ જણાવ્યું કે તેના ઘર રીંગણા ના ઘણા ફળોમાં રામ નામ દેખાઈ રહ્યું છે. જે કોઈ ચમત્કારથી ઓછુ ગણી સકાય નહિ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *