ગુજરાત ના આ ગામ મા અનોખી રીતે વારસાદ નો વરતારો કરવામા આવે ! વર્ષો જુની પ્રથા મા રોટલો કુવા મા નાખી ને…

હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ ચાલી રહ્યો છે અત્યાર સુધી મહિનાની અંદર આ દિવસોમાં ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી ચુક્યો છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ હવામાન વિભાની આગાહી  પ્રમાણે વરસાદ થતો હોઈ છે પરંતુ શું તમે જાણો છો ખુબજ આધુનિક ટેકનોલોજી હોવા છતાં પણ હજી એક ગામના લોકો કુવામાં રોટલો પધરાવીને વરસાદનું વરતારો કાઢવામાં આવે છે તો ચાલો તમને આ ગામ વિષે વિસ્તારમાં માહિતી આપીએ.

જામનગર તાલુકાના આમરા ગામમાં વરસાદની આગાહી કરવાની અનોખી પરંપરા સાથે આ વખતે પણ વર્ષો જૂની રીત રીવાજ સાથે આગાહી કરવામાં આવી હતી ભમ્મરિયા કુવામાં ગ્રામજનો દ્વારા રોટલો નાખી દિશા મુજબ આગાહી નક્કી કરવામાં આવે છે જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો રહેવાનું અનુમાન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ આમરા ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવે છે.

આ ગામના સ્થાનિક ઓધવજીભાઈ પ્રજાપતિ જણાવે છે કે, ‘આમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે. આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરામાં જોડતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભમ્મરિયા કૂવામાં નાખેલા રોટલા પરથી આમરા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે, વરસાદ સારો થશે અને એ પણ થોડા સમયમાં જ પડશે’

તેમજ વધુમાં ત્યાના સ્થાનિક લોકો પાસે જાણવા મળ્યું હતું કે ‘એક દિવસ આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું, આથી તેનું કારણ જાણવા ગામલોકો બ્રાહ્મણો પાસે કારણ જાણતા તેમણે જણાવ્યું કે, વર્ષો પહેલા એક મહિલાએ કુવામાં પડી આત્મહત્યા કરી હતી, આથી આ મહિલાએ શ્રાપ આપ્યો હતો કે ગામમાં કોઈને ઘરે સમતીન પ્રાપ્તિ નહી થાય, આ બાદ મહિલાના મોત બાદ દર વર્ષે કુવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે અને સેતાન પ્રાપ્તિ પણ થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે આ પરંપરા છેલ્લા ૬૦૦ વર્ષથી ચાલી આવી રહી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *