ભારતના આ ગામમાં બધા જ ખેડૂતો છે લાખો રૂપિયાના માલિક ! અહી નોકરિયાત પણ ખેતી કરે છે…જાણો આવું કેમ?

મે ઘણા ગામો વિષે સાંબળ્યું હશે કે શહેર કરતા પણ વધારે ફેસેલિટી અને ધનિકો આ નાના ગામ માં રહે છે. તો આપણે આજે એવાજ નાના પણ ધનિક ખેડૂતો થી ભરેલા ભારત ના સૌથી ધનિક ગામો માં ગણાતા આ ગામ ની વાત કરીશું.ખરેખર આ ગામની સફળતા ની પાછળ રહેલ છે ખેતી! એમ પણ કહેવાય છે ને કે, આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને મોટેભાગના લોકો કૃષિ દ્વારા જ આવક મેળવે છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેને એવી વસ્તુનું વાવેતર કર્યું જેના થી આજે આ ગામ એશિયાનું સૌથી ધનિક ગામ બન્યું છે.

આજે આપણે જાણીશું હિમાચલ પ્રદેશના ખેડૂતો વિશે જે આજના આધુનિક સમયમાં દેશની સામે ઉદાહરણરૂપ બન્યા છે. આ ગામ શિમલાથી લગભગ 92 કિલોમીટર દૂર છે, જ્યાં ખેડૂતોએ જે કાય કર્યું એ ખૂબ જ પ્રશંસનીય છે. વાત એમ છે કે, મડાવગનું નામ હિમાચલ નું ગામ જે હાલ ના સમય માં ભારત માં સૌથી આમિર ગામ માં આવે છે. જેમાં ખેડૂતો ખુબજ ધનિક છે.બધા ખેડૂતો જાણે છે કે બધા પાક દરેક જમીન માં ન થઇ શકે . જમીન અને તેનું વાતાવરણ ને અનુરૂપ જ કોઈ પણ પાક થતો હોય છે. ત્યારે હાલ સમયમાં જ આ ગામના લોકોએ ખેડૂતોએ સફરજનની ખેતી કરવાની શરુ કરી દીધી છે, અને આ શરૂઆત ના જ વર્ષે લગભગ 7 લાખ પેટી ઉત્પાદન કર્યું છે.

આ ગામમાં ન કોઈ ઉદ્યોગપતિ છે અને ન તો કોઈ જાણીતી કંપનીમાં કામ કરવા વાળા લોકો. છતાં પણ અહીં દરેક પરિવારની વાર્ષિક આવક 70 થી 75 લાખ રૂપિયા છે.ખરેખર સફરજન ની ખેતી આ ગામ ના લોકો ને અનુકૂળ લાગી ગઈ છે. અહીંના ખેડૂત રોયલ એપ્પલ, રેડ ગોલ્ડ, ગેલ ગાલા જેવી સફરજનની જાતોનું ઉત્તમ ગુણવત્તા વાળું ઉત્પાદન કરે છે. મડાવગના સફરજનનો આકાર ઘણો મોટો હોય છે.આ સફરજનની ગુણવત્તા એટલી સારી હોય છે કે અહીંના સફરજન ખુબજ મોંઘા ભાવે બજાર માં વહેંચાય છે.જો કે ઘણી વાર કરા પડવાને કારણે તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના ઉપાયે આ લોકો સફરજનના ઝાડ પર નેટ લગાવે છે.

રાત્રે ઉજાગરાઓ કરીને પણ તેમની દેખરેખ કરે છે. ઇન્ટરનેટને કારણે ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. તે ઘરે બેઠા બેઠા જ ભાવ જાણી લે છે. પછી પોતાના સફરજનને યોગ્ય ભાવમાં વેચે છે. આ લોકો એ રણ માં શેરડી વાવવા જેવડું મોટું કામ કરી બતાવ્યું છે.આપણે જાણીએ છે કે સફરજન એ ફળોમાં ખૂબ જ ઉત્તમ છે અને સ્વાથ્ય માટે એટલો જ લાભ દાયક છે એટલે કહેવાય કે એક સફરજન ખાઓ સ્વસ્થ રહો. આ જ સફરજન આજે ખેડૂતો માટે બહુ મૂલ્ય બન્યું છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *