રાજકોટના આ ગામમાં મોટર ઉતારતી વખતે વીજ કરંટ લાગતા ૨ યુવકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું ! બંનેની એક નાની ભૂલ કે…
વ્યક્તીને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. અમુક એવા કારણોને લીધે પણ વ્યક્તિનું મોત નીપજતું હોઈ છે જેવાકે કોઈ નાની બેદરકારી કે ભૂલ, અથવાતો ધ્યાનનો અભાવ વગેરે કારણો છે. હાલ છેલ્લા ઘણા સમયથી આવી અકસ્માતને લીધે મૃત્યુની ઘટનાઓ સામી આવી રહી છે. તેવીજ એક ઘટના બે યુવકો સાથે બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટના રાજકોટના વાળા ડુંગરા ગામની છે જ્યાં ૨ વ્યક્તિઓ ડેમ કાઠે પાણીના ખાડામાં મોટર ઉતારવા જતા તેઓને વીજ કરંટ લાગ્યો હતો જેમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ તેમના પરિવારમાં અને સમગ્ર ગામના લોકોમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો. જેતપુરના વાળા ડુંગર ગામે રહેતા રીકીન મકવાણા અને સંજય સરવૈયા નામના બે યુવકોને વીજ કરંટ લાગતા બંનેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ જોઈએ તો માણસની એક નાની બેદરકારી અને તેમજ ધ્યાનના અભાવને કારણે એક ગંભીર ઘટના બની જાતી હોઈ છે જેમાં તે ગંભીર રીતે ઘાયલ પણ થાઈ છે અને ઘણી વખત તેનું ઘટના સ્થળેજ મૃત્યુ થતું હોઈ છે. આમ આ ઘટના બાદ અન્ય લોકો પણ બીજી વખત આ પ્રકાર નું કાર્ય કરતા પહેલા હંમેશા ધ્યાન રાખશે.
આવીજરીતે ઘણી વખત લોકોને વીજ કરંટ લાગવાથી મૃત્યુના મામલાઓ સામા આવતા હોઈ છે છતાં લોકો બેદરકારીને કારણે મૃત્યુ પામતા જોવા મળી રહ્યા છે તો મિત્રો તમે પણ ચેતી જજો અને દરેક જોખમ ભર્યા કાર્ય માં ધ્યાન રાખીને કાર્ય કરજો.