ઉતરાખંડ માં ક્રોસરોડ પરજ એક યુવકની કઠોરતા થી હત્યા કરી નાખી, કારણ જાણી તમે પણ….

આપણે જાણીએજ છીએ કે રોજ બરોજ રાજ્ય અને દેશમાં હત્યા ના મામલા સામા આવતા હોઈ છે જે જાણી આપણા મનમાં પણ ખોફ નો માહોલ આવી જતો હોઈ છે. તેવોજ એક હત્યાનો મામલો ઉતરાખંડ ના ઉધમસિંહ નગર જીલ્લા નાં બાજપુર થી સામો આવ્યો છે. બાજપુર માં બધાજ લોકોની સામેજ એક યુવકની હત્યા કરી નાખવામાં આવી.

પહેલાતો યુવકને લાકડી વડે ખુબજ માર માર્યો હતો. દુઃખ ની વાત તો એ છે કે યુવક તેના પરિવારનો એકનો એક જ દીકરો હતો. જાણવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. જેના કારણે પાંચથી છ નકાબધારી શખ્સોએ યુવકને ઘેરી લીધો હતો અને મધ્યરાત્રિના અજવાળામાં લાકડીઓ વડે ખુબજ માર માર્યો હતો. આજુબાજુના દુકાનદાર જયારે આ ઘાયલ યુવકને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઇ ગયા ત્યારે ડોકટરે તેની તપાસ કરતા તેને મૃત સાબિત કર્યો હતો.

બાજપુરના નાં રામનગર ગામમાં રમેશ કંબોજ નામના વ્યક્તિ ટેમ્પો ચલાવતા હતા અને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તેમનો એકનો એક દીકરો જેનું નામ વિશાલ છે તે બપોરના સમયે તેના મિત્ર સાથે બાજપુર જઈ રહ્યો હતો. આ પછી, વિશાલ જેવો કારમાંથી જ્યુસ લેવા માટે ઉતર્યો, ત્યાં ઉભેલા પાંચથી છ નકાબધારી હુમલાખોરોએ તેને લોખંડના સળિયા અને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું. આ જોઈ વિશાલના મિત્રો ભાગી ગયા હતા. માસ્ક પહેરેલા વિશાલને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને તેને છોડી દેવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ત્યાના નજીકના દુકાનદારો એ વિશાલને રિક્ષા માં બેસાડીને હોસ્પિટલ લય ગયા પણ ત્યાં ડોકટરે તપાસ કરતાજ જણાવ્યું કે વિશાલ મૃત થઈ ગયેલ છે. કહેવામાં આવે છે કે વિશાલ દિલ્હી માં ફોટોગ્રાફીનું કામ કરતો હતો. બધાની સામેજ થયેલ આ હત્યા થી બાજપુરના લોકો ચોકી ગયા હતા. આ હત્યાના મામલે પોલિસ દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવી છે. બીજી તરફ પરિવારજનોનું કહેવું છે કે વિશાલનો થોડા સમય પહેલા એક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વિવાદ થયો હતો. જોઈએ તપાસમાં શું બહાર આવે છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *