વડોદરામાં ભારે વરસાદમાં એકટીવા પર સવાર પોલીસ જવાન પર વ્રુક્ષ પડતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું ! બન્યું એવું કે…

વ્યક્તિ પર જીવલેણ હુમલો ક્યારે અને કેવીરીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે વ્યક્તિનું કોઈ અકસ્માતને લીધે તો વળી કોઈનાં દ્વારા હત્યાને લીધે મૃત્યુ થતું હોઈ છે હાલ એક એવો બનવ સામો આવી રહ્યો છે જેમાં સ્કુટી લઈને જઈ રહેલ યુવક પર ઝાડ પડતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ચાલો તમને આ ઘટના વિસ્તારમાં જણાવીએ.

તમે બધાજ જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે તેવામાં ઘણા જિલ્લાઓમાં ખુબજ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે. તેવામાં એક દુઃખદ ઘટના સામી આવી રહી છે. આ ઘટના વડોદરા શહેરમાંથી સામી આવી છે. જ્યાં સાંજના સમયે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો. દરમિયાન શહેરના અજબડી મીલ પાસેથી એક્ટીવા ઉપર પસાર થઈ રહેલા પોલીસ જવાન ઉપર તોતિંગ ઝાડ પડતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ બાદ તરતજ ફાયરબ્રિગેડ ને જાણ કરી ઝાડ ને દુર કરવામાં આવ્યું હતું. આ ઘટના ગઈ કાલ સાંજ ની છે.

આ ઘટનામાં મૃત પામનાર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. અમરસિંહ ગોરધનભાઈ રાજપૂત ઉપર ઝાડ પડતા તેને માથામાં ગંભીર ઈજા પહોચે છે અને તેનું ઘટના સ્થળેજ મૃત્યુ થાઈ છે. આ બનાવ બનતા ત્યાના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેમજ ઝાડ ખુબજ વજનદાર હોવાને કારણે લોકો ઝાડ ની ઉચકી શકતા નો હતા. તેથી તરતજ ફાયરબ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી.

બાદમાં આ ઝાડ હટાવીને માથા પર ઈજા પામેલ પોલીસ જવાનને તરતજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોની તપાસ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ તંત્રમાં થતા સમગ્ર પોલીસ તંત્રમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અને પરિવારના લોકો રડી રડી ને બે હાલ થઇ ગયા હતા. આ બનવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *