વડોદરામાં કપરા કાળનો કોળિયો બન્યા એક જ પરિવારના ચાર લોકો! પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો પરિવાર ત્યાં…..

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ. આ અકસ્માત પરિવારના ૪ સભ્યોના મૃત્યુ થયા છે.

વાત કરીએ તો આ ધ્રુજાવી દેતો અકસ્માત વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસેઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને આજે સવારે અકસ્માત નડ્યો છે આ ગંભીર અકસ્માતમાં એકજ પરિવારના ૪ લોકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. તેમજ મૃતકોમાં લોકોમાં એક ૮ વર્ષના બાળકનો પણ સમાવેશ થઇ છે. જ્યારે અન્ય ૪ લોકોની વાત કરવામાં આવે તો તે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા બાદમાં તેમને તરતજ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય મૃતકોને તરતજ પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

તમને જણાવીએ તો આ પરિવાર મૂળ રાજસ્થાનનો અને હાલ સુરત રહેતો. જેઓ ઉજ્જૈન દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા અને ત્યાંથી પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો. એ સમયે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ સમયે કારમાં બેઠેલા 4 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

વાત કરીએ તો આ અકસ્માતમાં રઘાજી કિશોરજી કલાલ (ઉ.65), (રહે. ખોડિયારનગર, પલસાણા, સુરત), રોશન રઘાજી કલાલ (ઉ.40), (રહે. ખોડિયારનગર, પલસાણા, સુરત), પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35), (રહે. ખોડિયારનગર, પલસાણા, સુરત), રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08)(રહે. ખોડિયારનગર, પલસાણા, સુરત) આમ જ્યારે આ ઘટના બની તેની જાણ પોલીસને તેમજ NDRF ટિમ ને થતા તેઓ તરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના એટલી ભયાનક હતી કે SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હોવાથી રેસ્ક્યૂ-ઓપરેશનમાં JCBની મદદ લેવાઈ હતી અને JCBની મદદથી કારને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *