વડોદરામાં સાઇકલ સવાર સગીરાનું ટ્રેક્ટર અડફેટે આવતા થયું કમકમાટી ભર્યું મોત….સાઈકલનો તો કચુંબર બની ગયો…જાણો
રોજબરોજના જીવનમાં અનેકો દુર્ઘટના બનતી હોય છે જેના કારણે આપણે આપના પ્રિયજનોને ખોઈ બેસતા હોઈએ છીએ. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે તે આપણને આખું જીવનભર રડવા પર મજબૂર કરી દેતી હોય છે. હાલમાં રસ્તા પરના અકસ્માતો એટલા વધી રહ્યા છે કે તેનાથી અનેક લોકો અવસાન પામી રહ્યા છે અને પોતાના સ્નેહીજનોને આ દુનિયામાં મૂકી ચાલ્યા જતાં હોય છે. આવી અનેકો દુર્ઘટના રોજબરોજના જીવનમાં બનતી હોય છે જે લોકોના મોતનું કારણ બની જતી હોય છે,હાલમાં એક એવી જ દુખદ દુર્ઘટના વડોદરામાં બની ગઈ છે.
વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ત્રણ દિવસ પહેલા બહુ જ ભયંકર અકસ્માત થયો હતો. જેમાં એક સ્કૂલે જતી વિધાર્થીનું ટેકટર સાથે અકસ્માત થયું હતું અને વિધ્યાર્થીને ગંભીર ઇર્જા થઈ હતી. અને તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તે વિધ્યાર્થીનું મૃત્યુ થયું છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે અને મૃત્યુ પામેલી વિધાર્થી8ના પિતા દ્વારા ન્યાય ની માંગણી કરવામાં આવી રહી છે.
વસતાવમાં ઘટના એમ બની હતી કે વડોદરાના સમા વિસ્તારમાં રહેતી ખુશી રાજપૂત કે જેની ઉમર 16 વર્ષ છે. જે કારેલીબાગમાં આવેલી શ્રીકૃષ્ન હિન્દી વિધાલયમાં અભ્યાસ કરી રહી હતી. સ્કૂલ જવા માટે ત્રણ દિવસ પહેલા એટલે કે 17 ઓકટોબરના રોજ ખુશી જ્યારે સાઇકલ લઈને એલ એન્ડ ટી સર્કલ પાસેથી પસાર હૈ રહી હતી ત્યારે ટ્રેક્ટર એ તેને અડફેટ પર લીધી હતી. આ અકસ્માત કર્યા બાદ ટ્રેક્ટર ચાલક સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. અને આમાં ભયાનક અકસ્માત થતાં ખુશી રાજપૂતને માથાના ભાગ સહિત શરીરના અનેક ભાગોમાં ઇરજાઓ થઈ હતી આટલું જ નહીં .
આ વિધ્યાર્થિની સાઇકલ ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં સાઇકલ કચ્ચરઘાણ થઈ ગઈ હતી. આમ વિધાર્થી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાં આવી હતી. સારવાર દરમિયાન ખુશી 3 દિવસ સુધી મોત સામે લડ્યા પછી અંતમાં હીમત હારી ગઈ હતી અને વિધ્યાર્થી નું અવસાન થયું હતું. જેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.અને સાથે ટ્રેક્ટર ચાલક માટે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.