વડોદરામાં BMWમાં સવાર શાહ પરિવારને નડ્યો ગોઝારું અકસ્માત ! દર્શન કરવા નીકળ્યા હતા સાથે પરંતુ પરત આવતી વખતે નવવધુ..
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિગતે જણાવીએ.
અકસ્માતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો વડોદરા સામે આવી રહ્યો છે જ્યાં તારાપુર-વટામણ રોડ ઉપર કસ્બારા ગામની સીમમાં ગુરુવારે બપોરના અરસામાં ઢસા ગામેથી વડોદરા જઈ રહેલા નવયુગલની ગાડીને અકસ્માત નડતાં કારમાં સવાર નવવધૂનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ તેમજ બહેનને ઈજાઓ થયાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. આ ઘટના બાદ રાહદારીઓના ટોળે ટોળા વળી ગયા હતા.
આ ઘટનામાં વડોદરા ઓલ્ડ પાદરા રોડ શિવશક્તિ સોસાયટીમાં રહેતા ઉર્મિલભાઈ શાહ પોતાની ફોર્ડ એન્ડેવર કંપનીની કારમાં પત્ની દીશાબેન, મોટા ભાઈ અમિતભાઈ સહિતના પરિવારજનો સાથે તેમજ 20 દિવસ અગાઉ લગ્ન કરનાર તેઓનો ભત્રીજો ઉત્સવ પોતાની બીએમડબ્લ્યુ કારમાં પત્ની મૃગ્નાબેન તેમજ પોતાની બેન પૂર્તિબેનને બેસાડી ઢસા ગામે કૂળદેવીના દર્શને ગયાં હતાં. આમ જ્યારે દર્શન કરીને આ પરિવાર પરત ફરતો હતો ત્યારે તે દરમિયાન હાઈવે ઉપર કસ્બા ગામ નજીક બપોરના ૩.૩૦ વાગ્યા નજીક BMW કાર ચલાવી રહેલ ઉત્સવભાઈ અમિતભાઈ શાહને આગળ જતી કારને ઓવર ટેક જતા ઝોકું આવી ગયું અને કાર આગળ જતી ટ્રક સાથે ધડાકેભેર અથડાઈ ગઈ.
આમ આ અકસ્માતમાં તેઓના પત્ની મૃગ્નાબેનને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું જ્યારે ઉત્સવભાઈ તેમજ તેઓની બહેન પૂર્તિબહેનને ઈજાઓ થઈ હતી. આ અંગે ઉર્મિલ નલીનકાંત શાહની ફરિયાદ લઈ તારાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. હજી તો ઉર્મિલભાઇ શાહના ભત્રીજા ઉત્સવના લગ્ન 20 દિવસ અગાઉ મૃગ્ના સાથે થયા હતા. લગ્નનું કામકાજ પૂર્ણ થયા બાદ નવયુગલને ઢસા ગામે આવેલા કૂળદેવીના મંદિરે દર્શન કરવા માટે સહપરિવાર બે કાર લઇને નીકળ્યા હતા. અને પરત ફરતી વખતે આ અકસ્માત થતા મૃગ્નાબેનનું મૃત્યુ થયું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો