વડોદરા: પિતાની એવી તો શું મજબૂરી કે પોતાના ફૂલ જેવા દીકરાને મોત આપી પોતે પણ ગળેફાંસો…સ્યુસાઇડ નોટમાં લખ્યું કે,પત્ની…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પિતાએ પહેલા પોતાના પુત્રને ગળેફાંસો આપ્યા બાદ પોતે પણ સ્યુસાઇડ કરી લીધું હતું. અને સ્યુસાઇડ નોટમાં લખી એવી હકીકત કે તમે પણ ધ્રુજી જશો. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ આપઘાતની ઘટના વડોદરા શહેરના બાપોદ ગામમાંથી સામે આવી રહી છે જ્યાં વુડાના મકાનમાં રહેતા પિતા-પુત્રની રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પિતાએ પોતાના પુત્રને ગળે ફાંસો આપી બાજુની રૂમમાં જઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. ત્યાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેનો ઉલ્લેખ હોવાને કારણે પ્રાથમિક તબક્કે પોલીસે તપાસ હાથ ધરી છે, જોકે મોડી રાતે બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નાળતી માહિતી પ્રમાણે ઘટના એવી બની કે પોદ ગામ વુડાના મકાનમાં ચોથા માળે રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય પરેશ કનુભાઈ સીકલીગરની પત્ની આશાબેન ઘરકામ કરીને પોતાના એકના એક પુત્ર ચાર્મિસની સાથે પરિવારનો નિર્વાહ કરતાં હતાં. દરમિયાન શનિવારે આશાબેન ઘરકામ કરવા માટે બહાર ગયાં હતાં, જ્યાંથી દોઢ વાગે પરત ફર્યાં બાદ તેઓ ઘરે આવતા તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેમનો 11 વર્ષનો પુત્ર ચાર્મિસ અને પતિ પરેશના અલગ અલગ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતા હતા. તેમજ આ ઘટનાને પગલે મૃતક પરેશના ભાઈ સંજય સીકલીગરે જણાવ્યું હતું કે, મારા મોટા ભાઈ અને તેમના છોકરાના અલગ-અલગ રૂમમાંથી મૃતદેહો મળ્યા છે. પરેશભાઈના ખિસ્સામાં અંતિમ ચિઠ્ઠી મળી છે, જે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે.
આ બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસને મૃતક પરેશના પેન્ટના કિસ્સામાંથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં પત્નીના ત્રાસને કારણે જીવાદોરી ટૂંકાવી નાખી હોવાનું અને તેની સાથે પોતાના પુત્રને પણ લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યારે બીજી તરફ મૃતકની બહેન મીનાક્ષી પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આમ આ સાથે જણાવીએ તો સ્યુસાઇડ નોટમાં મૃતકે લખ્યું હતું,”પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભરું છું. પોતે કરેલા અંતિમવાદી નિર્ણયને પગલે તેણે તેની પાછળ પોતાના પુત્રનું કોઈ ધ્યાન નહીં રાખે તેથી તેને પણ સાથે લઈ જઈ રહ્યાનો જણાવી બેનની માફી માગી હતી તેમજ બેન પાસેથી લીધેલા પૈસા પોતે પરત આપી શકે તેમ નથી તેવું જણાવી ફરી એક વખત માફી માગી હતી. પોલીસે બે પાનાની અંતિમ ચિઠ્ઠી કબજે કરી છે. આ સાથે પોતાના બે મિત્ર પાસેથી પણ 30000 રૂપિયા લીધા હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે, જેમને રિક્ષા વેચી પૈસા પાછા આપી દેવાનું જણાવવામા આવ્યું છે.”
આ ઘટના બાદ એસીપી જી ડિવિઝન એમ.પી. ભોજાણીએ જણાવ્યું હતું કે, દંપતિના 10થી 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હતો. પરેશભાઈએ પ્રથમ ચાદરથી પુત્રને ગળે ફાંસો આપ્યો હતો અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પાડોશીઓને આ અંગે જાણ થતાં પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જેથી પોલીસ દોડી ગઈ હતી. દરવાજો અંદરથી બંધ કરેલો હતો. પોલીસે આ રૂમને ખોલ્યો હતો. આ સમયે પિતા-પુત્ર લટકી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. દીકરાની ઉંમર 11થી 12 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો