વસઈમાં ગુજરાતી યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું ! કારણ જાણી ધ્રુજી ઉઠશો…5 વર્ષ પહેલા
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક 32 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
આપઘાતનોં આ ધ્રુજાવી દેતો કિસ્સો વસઈ માંથી સામે આવી રહ્યો છે જ્યાં ૩૨ વર્ષના ગુજરાતી યુવાન પરાગ મહેતાએ ગઈ કાલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. લાંબા સમય સુધી ઘરનો દરવાજો બંધ હોવાથી ધક્કો મારીને ખોલતાં પરાગ પંખે લટકતો જોવા મળ્યો હતો. તે ભારત ડાયમન્ડ બુર્સમાં કામ કરતો હતો. માનસિક તનાવને કારણે તેણે આવું પગલું ભર્યું હોવાની શક્યતા દાખવવામાં આવી છે. વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો જે બાદ તરતજ ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
મીડ-ડેના અહેવાલ પ્રમાણે આ ઘટનાની પ્રાથમિક માહિતી મળતાં જાણવા મળ્યું હતું કે પરાગનાં લગ્ન પાંચેક વર્ષ પહેલાં થયાં હતાં અને ત્રણથી સાડાત્રણ વર્ષ પહેલાં ડિવૉર્સમાં પરિણમ્યાં હતાં. ત્યાર બાદ તે ઘણો માનસિક તાણમાં આવી ગયો હતો અને ડિપ્રેશનમાં રહેતો હતો. ડિપ્રેશન કે ટેન્શનના કારણે જ તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પરાગનો પરિવાર આ બનાવ પછી ભારે આઘાતમાં આવી ગયો હતો.
આમ આ સાથે પરાગના નાના ભાઈ સાગરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પરાગનાં લવમૅરેજ થયાં હતાં, પરંતુ અમુક કારણોસર તેના ડિવૉર્સ થઈ ગયા હતા. ત્યારથી તે ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો અને કોઈની સાથે વધુ વાત પણ કરતો નહોતો. ગઈ કાલે રવિવાર હોવાથી મમ્મી-પપ્પાને એમ કે રજા હોવાથી તે આરામ કરી રહ્યો હશે, પરંતુ સાડાદસ થવા છતાં તે બેડરૂમમાંથી બહાર આવ્યો ન હોવાથી અમને શંકા ગઈ હતી. એથી તેની રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પણ તેણે ખોલ્યો ન હોવાથી અંતે એ તોડીને અમે અંદર ગયા તો તે પંખા પર લટકેલો જોવા મળ્યો હતો. તે દરરોજ બાંદરા કામ પર પણ જતો હતો, પરંતુ આવું કંઈ કરશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા ર