ભારતની રેશમા નામની ભેંસે દૂધ આપવામા રેકોર્ડ બનાવ્યો ! અધધ આપે છે 210 લીટર થી વધુ દુધ અને જાણો બિજી ખાસીયતો…
મિત્રો વાત કરવામાં આવે તો દેશમાં હવે ધીરે ધીરે લોકો ખેતીની સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરતા થયા છે. જેમાં ગાય, ભેંસના દૂધને વેચીને લોકો પૈસાની કમાણી કરતા હોઈ છે. તેમજ જો વાત કરવામાં આવે તો ભેંસ અને ગાયની પ્રજાતિના પણ અલગ અલગ પ્રકારો જોવા મળતા હોઈ છે આમ અલગ અલગ પ્રજાતિ પપ્રમાણે ભેંસના દૂધની ક્ષમતા તેમજ તેના દૂધનું ફેટનું પ્રમાણ પણ અલગ અલગ જોવા મળતું હોઈ છે. દેશમાં ખાસ કરીને માલધારી લોકો ગાય ભેંસથી પશુપાલનનો વ્યવસાય ખુબજ કરતા થયા છે. તો વળી આજે તમને જણાવીએ કે દેશની સૌથી વધુ લીટર દૂધ આપતી ભેંસ વિષે જેણે હાલમાંજ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આવો તમને વિગતે જણાવીએ.
રિયાણાના કૈથલ ખાતે આવેલા બૂઢા ખેડા ગામનો સુલતાન નામનો પાડો સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ પામ્યો હતો. હવે સુલતાન તો નથી રહ્યો પરંતુ તેના માલિકને એક નવી ઓળખ તેની જ ભેંસ રેશમાએ અપાવી છે. મુર્રાહ નસલની રેશમા ભેંસે 33.8 લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. રેશમા નામની આ ભેંસ ૭ દિવસમાં અધધ ૨૧૦ લીટર દૂધ આપે છે. આમ જેના કારણે આ ભેંસ હાલ પુરા દેશમાં સૌથી વધુ દૂધ આપતી ભેંસ બની ચુકી છે. જો પહેલાની વાત કરવામાં આવે તો જ્યારે રેશમાએ પહેલીવાર બાળકને જન્મ આપ્યો ત્યારે તેણીએ ૧૯-૨૦ લીટર દૂધ આપ્યું હતું. તેમજ બીજી વાર ૩૦ લીટર દૂધ આપી એક સારો એવો રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો. જે બાદ હવે ત્રીજી વખત ૩૩.૮ લીટર દૂધ સાથે એક નવો અને અનોખો રેકોર્ડ બનાવી દીધો છે.
આમ આ સાથે જણાવીએ તો રેશમાએ જ્યારે ત્રીજી વખત બાળકને જન્મ આપ્યો ત્યારે ઘણા ડોક્ટર્સની ટીમે તેણીનું ૭ વખત દૂધ કાઢીને જોયું ત્યારબાદ જ તે ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ તરીકે પુષ્ટિ પામી હતી. તેમજ રેશમાના દુધને દોહવા માટે કુલ ૨ લોકોએ મહેનત કરવી પડતી હોઈ છે કારણકે એટલું બધું દૂધ દોહવું એ એક વ્યક્તિ માટે ખુબજ મુશ્કેલ કામ છે. આમ રેશમાએ ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા પશુ મેળામાં 31.213 લીટર દૂધ સાથે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. આ ઉપરાંત અન્ય ઘણા ઈનામ રેશમાએ જીત્યા છે. આમ આ સ્તાહે જો તમને રેશમાના દુધના ફેટની ગુણવતા જણાવીએ તો તે ૧૦ માંથી ૯.૩૧ છે. જે ખુબજ ઉત્તમ પ્રકારનું દૂધ ગણવામાં આવે છે.
વધુ તમને જણાવીએ તો રેશમાના માલિક નરેશ તેમજ રાજેશે જણાવ્યું કે, ‘સુલતાને અમને એ નામના આપી હતી જેના કારણે દેશ-પ્રદેશમાં દરેક વ્યક્તિ અમને ઓળખતી થઈ ગઈ છે. તેની ખોટ હંમેશા વર્તાશે પરંતુ હવે અમે અન્ય કોઈ પાડો તૈયાર કરીશું. પશુઓમાં ઘણી નામના મેળવી પરંતુ સુલતાન જેવું કોઈ નથી. હવે મુર્રાહ નસલની રેશમા ભેંસ પણ ઘણું બધુ દૂધ આપીને નામના મેળવી રહી છે. તેણે સૌથી વધુ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો છે. તેમજ લતાનના સીમનથી લાખો રૂપિયાની કમાણી થતી હતી. સુલતાન વર્ષભરમાં સીમનના 30 હજાર ડોઝ આપતો હતો. જે લાખો રૂપિયામાં વેચાતું હતું. સુલતાન વર્ષ 2013માં થયેલી રાષ્ટ્રીય પશુ સૌંદર્ય પ્રતિયોગિતામાં ઝજ્જર, કરનાલ અને હિસારમાં રાષ્ટ્રીય વિજેતા પણ રહી ચુક્યો હતો.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો