આગામી પાંચ દીવસ ગુજરાત મા આ જીલ્લાઓમાં વારસાદ આગાહી ! જાણો હવે મેઘરાજા ક્યા બેટિંગ કરશે..

હાલ ગુજરાતમાં પ્રીમોનસુન શરુ થઇ ગઈ છે ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને લોકો ને ગરમી થી રાહત મળતી જણાઈ છે તેમજ ગામે ગામ નાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૫ જુનથી ચોમાસું બેસી જશે અને પ્રીમોનસુનને લગતી એક્ટીવીટી શરુ થશે. પરંતુ તે પહેલાજ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને ઘણા જીલ્લાઓમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે.

આગામી ૫ દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહીત આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ. ૧૦ જુને અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં વરસશે વરસાદ.

તારીખ ૧૧ જુન અમદાવાદ,આણંદ, ખેડા,વલસાડ, તાપી, સુરત, નવસારી, ગાંધીનગર, અને દમણમાં વરસશે વરસાદ તેમજ સોંરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે. અને ૧૨મી જુને સોંરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસશે વરસાદ. તેમજ હવામાન વિભાગે વધુ માં આગાહી કરી કે પવન ૪૦ કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો ૪ ડીગ્રી સુધી ઘટશે.

તેમજ હાલ ગુજરાતમાં અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. સાવરકુંડલા તાલુકાના હડીડા ગામમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. તેમજ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામોમાં આજે ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આમ વિવિધ આસપાસના ગામો માં વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકોને ગરમીથી રાહત મળી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.