શુ ચંદ્ર પર જીવન શક્ય ?? વિક્રમ લેંડર ને ચંદ્ર પર એવી વસ્તુ મળી કે જાણી ને….
ચંદ્રયાન 3 દિવસેને દિવસે નવી ખોજ કરી રહ્યું છે હાલમાં ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન-3 મિશનના પાંચમા દિવસે મંગળવારે ઈસરોએ માહિતી આપી છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરીના પુરાવા મળ્યા છે મંગળવારે આ અંગે ISRO દ્વારા સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરવામાં આવ્યું છે.
તેમાં જાણવા મળ્યું હતું કે રોવર પર માઉન્ટ થયેલ લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ સાધનએ દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે આ સાથે જ ચંદ્રની સપાટી પર ઓક્સિજન, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ટાઇટેનિયમ અને ક્રોમિયમ, મેંગેનીઝ અને સિલિકોનની હાજરી પણ જાણવા મળી છે.
જ્યારે ચંદ્ર પર હાઈડ્રોજનની શોધ ચાલુ છે. આ શોધોનું મહત્વ એટલા માટે પણ છે કે ભવિષ્યમાં તે ચંદ્ર પર વધુ સંશોધનનો માર્ગ મોકળો કરશે શોધની પુષ્ટિ કરતા, ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે રોવર પાસે બે પેલોડ છે.