7 લાખ ની ચેન આ ગરીબ દિકરી નુ ઈમાન ના ડગાવી શક્યો ! મુળ માલીક ચેન પરત કરતા માલીક પણ ઇનામ મા એક લાખ…

આજના સમયમાં કોઈને રસ્તામાંથી પાંચસો રૂપિયાની નોટ મળે તો પણ કોઈ આપતું નથી, ત્યારે આજે અમે આપને એક એવી યુવતી વિશે જણાવીશું કે જેને પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ,અનેકવાર કિંમતી વસ્તુ ખોવાઈ જવાની ઘટના બનતી હોય છે. ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હોય છે કે રસ્તામાંથી મળેલ આ વસ્તુઓને તેમના મૂળ માલિક સુધી કે પોલીસને પરત કરે છે.

Screenshot 2022 12 03 19 52 11 231 com.android.chrome

હાલમાં જ રાજસ્થાનબ નિમોઠા ગામમાં એક પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે. રાજેન્દ્ર મીણા નામના વ્યક્તિનાં દીકરાના લગ્ન હતા અને લગ્ન પ્રસંગમાં તેમની 7 લાખની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી. હવે વિચાર કરો કે, લગ્ન પ્રસંગમાં ઘણા વ્યક્તિઓ હાજર હોય છે અને જોઈ કોઈ સગા વ્હાલાને પણ આ ચેન મળે તો પણ કોઈ પરત ન કરે કારણ કે આજના સમયમાં આટલી કિંમતી ચેન લઈ ન શકાય. ચેન ખોવાઈ જવાથી રાજેન્દ્ર ચિંતામાં મુકાઈ ગયા અને આ વાત પરિવારનાં તમામ લોકોને કરી છતાં પણ ચેન ન મળ્યો.

Logopit 1670077419354

લગ્નના બીજા દિવસે રાજેન્દ્રના પત્ની ઘરની બહાર ઉદાસ ઊભા હતા અને બનાવ એવો બન્યો કે, જે છોકરીને ચેન મળી હતી તેની મા તેમના ઘરની પાસેથી નીકળ્યા અને તેમણે ઉદાસ હોવાનું કારણ પૂછ્યું એટલે રાજેન્દ્રની પત્નીએ પૂજા મહેરાની માતાને આખી વાત કહી છે. આ પછી તેમણે કહ્યું કે મારી દીકરીને આ જ લગ્નથી ચેઈન મળી છે. આખરે બન્યું હતું એવું કે, પૂજાએ આ ચેઈન લાવીને રાજેન્દ્રને આપી દીધી. પૂજાએ કહ્યું કે એક છોકરીના હાથમાંથી ચેન પડીને તેની બહેનની બેગમાં પડી હતી

Screenshot 2022 12 03 19 42 01 255 com.android.browser

આશ્ચર્યની વાત એ છે કે પૂજાને ખબર નહોતી કે આ ચેઈન સોનાની છે અને તેની કિંમત લાખોમાં છે. આજના સમયમાં આવા પ્રામાણિકવાળા લોકો બહુ ઓછા જોવા મળે છે. પૂજાની ઈમાનદારીએ રાજેન્દ્ર મીણાનું દિલ જીતી લીધું હતું અને 7 લાખ રૂપિયાની ચેઈનનાં બદલવામાં પૂજાને સ્કૂટી આપવાનું વચન આપ્યું પરંતુ પૂજાએ ઇનામ લેવાની ન પાડી હતી પરંતુ આખરે પૂજાએ સ્કૂટી લેવાની ના પાડી દીધી હતી. બાદમાં મીનાએ પૂજાને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.ખરેખર પૂજા જેવી યુવતી અને રાજેન્દ્ર જેવા વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *