શું તમારા વાળ ખરે છે ? તો ગુજરાત ના આ મંદિર માં ચોટલો ચડાવવાની માનતા રાખવા થી , તમારી સમસ્યા થશે દુર …. જુઓ આ વિડીયો
આજે અમે આપને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ચોટીલાની માનતા રાખવાથી તમારી વાળની સમસ્યા(hairproblem) દૂર થશે. ખરેખર આ મંદિર (MeladiMaa)અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને અનેક લોકોની સમસ્યાઓ પણ અહીંયાંથી દૂર થઈ છે. જ્યાં અતૂટ વિશ્વાસ હોય ત્યાં પુરાવાની પણ જરૂર નથી હોતી. આજે અનેક એવા સ્થાનો આવેલા છે કે જ્યાં લોકોની મનોકામના પૂર્ણ થાય છે.
રાજકોટના (Rajkot) કોટડા સાંગાણીમાં આવેલ રાજપરા ગામમાં માં મેલડીનું અતિ પાવનકારી મંદિર આવેલું છે, આ મંદિરમાં અનેક દિન દુઃખીયા પોતાના દુઃખનું પોટલું લઈને આવતા હોય છે. મા તો મા છે અને કહેવાય છે ને કે મા ક્યારેય કોઈને પોતાના આંગણેથી ખાલા હાથે જવા નથી દેતી. અનેક નિઃસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ પણ થઈ છે તેમજ અનેક જીવનના નાના મોટા દુઃખો દૂર થતાં લોકો અહીંયા તાવાની માનતા પણ રાખે છે.
સૌથી ખાસ વાત એ છે કે, અહીંયા જે વ્યક્તિના સતત વાળ ખરતા હોય કે વાળ સફેદ પડી ગયા હોય તો તેવા વ્યક્તિઓ જો અહીંયા ચોટલો ચડાવવાની માનતા રાખે છે, તો તેમની વાળની સમસ્યા કાયમી માટે દૂર થાય છે. આજે અનેક લોકો વાળની ટ્રીટમેન્ટમાં લાખો રૂપિયા ખર્ચી નાંખે છે, જ્યારે અનેક લોકો આ રીતે માનના માનીને પણ પોતાની સમસ્યા દૂર કરવા નો પ્રયત્ન કરે છે.
View this post on Instagram