માનતા પૂરી કરવાના ચક્કરમાં આ યુવક સાથે એવું થયું કે તમે ક્યારેય નહી જોયું હોય ! વિડીયો જોઈ તમે કેહશો કે આ ત્યાં ગયો કેવી રીતે?

મિત્રો તમેં સોશિયલ મીડિયા પર અવાર ખુબજ હસાવી દેતા વિડિઓ જોતાજ હોવ છો ઘણી વખત વ્યક્તિ પોતેજ પોતાની ભૂલને લીધે હસવાનું પાત્ર બની જતો હોઈ છે. તેવીજ રીતે હાલ એક વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં એક યુવક એવું કરી બેઠ્યો કે જે જોઈ તમે પણ પેટ પકડીને હસવા લાગશો. વિડિઓ અમરકંટક પવિત્ર નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. ત્યાંથી સામે આવી રહ્યો છે. ત્યાં નર્મદા તટ પર અહીં અનેક મંદિર છે. આ મંદિરોમાં આવીને લોકો માનતા માને છે.

આમ ત્યાં મંદિરે એવી માન્યતા છે કે, માનતા પૂરી થયા બાદ લોકો હાથીની મૂર્તિની નીચેથી નીકળે છે. આ દરમિયાન ઘણા લોકો ફસાઈ પણ જાય છે. ત્યારબાદ લોકો બીજી બાજુ નીકળી પણ નથી શકતા અને એક પણ બાજુના નથી રહી શકતા. આમ તેવીજ રીતે અમરકંટક મંદિરનો એક એવા જ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, એ નથી જણાવવામાં આવ્યું કે, આ વીડિયો ક્યારનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હાથીની મૂર્તિની નીચેથી નીકળતી વખતે એક યુવક મુશ્કેલીમાં ફસાઈ જાય છે.

પાંચ ડિસેમ્બરે ચુરુમુરી નામના એક ટ્વિટર હેન્ડર પરથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. થોડાં કલાકોમાં જ આ વીડિયોને બે લાખ કરતા વધુ લોકોએ જોયો છે. મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માનતા પૂર્ણ થયા બાદ એક યુવક હાથીની મૂર્તિની નીચેથી પસાર થઈ રહ્યો હતો. મૂર્તિની નીચેથી પસાર થવા દરમિયાન આ યુવક વચમાં ફસાઈ જાય છે. વચમાં ફસાઈ ગયા બાદ તેને નીકળવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. ત્યારબાદ તે અન્ય લોકોની મદદ માંગે છે.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે હાથીની મૂર્તિની નીચે ફસાયેલા યુવકની મદદ માટે લોકો આવી જાય છે. ત્યારબાદ ત્યાં હાજર લોકો તેને સલાહ આપે છે કે કઈ રીતે ત્યાંથી નીકળે. શરીરના અલગ-અલગ હિસ્સાઓને દબાવવા માટે લોકો સલાહ આપી રહ્યા હતા. ફસાયા બાદ યુવક બહાર નીકળવા માટે તડપી રહ્યો હતો. લાગી રહ્યું હતું કે, તે ખરેખર મુશ્કેલીમાં ફસાયો છે. કલાકોની મહેનત બાદ યુવક મૂર્તિની નીચેથી નીકળી શક્યો.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *