કડ કડતી ઠંડી વચ્ચે અશોકભાઈ પટેલે કરી ભુક્કા કાઢી નાખે તેવી આગાહી ! આ તારીખથી શરુ થશે માવઠાની સાથે…જાણો વિગતે
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળો ખુબજ ઠંડી જમાવી રહ્યો છે. ગુજરાતના દરેક શહેરમાં શિયાળાની ખુબજ ઠંડી જોવા મળે છે લોકો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે ચાલવા નીકળતા હોઈ છે તોવળી ઘણા લોકો તાપણી કરતા પણ જોવા મળી રહે છે. આ વર્ષે ગરમી વરસાદ પણ ખુબજ જોવા મળી હતી તેવામાં શિયાળાની ઠંડી પણ એટલીજ વધારે છે. તેવામાં હાલ જોરદાર ઠંડી વચ્ચે અશોકભાઈ પટેલે માવઠા અંગે મહત્વની આગાહી કરી છે.
તમને જણાવીએ તો અશોકભાઈ પટેલે આજે વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ ચેન્નાઇથી 900 કિ.મી. દુર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. આ સિસ્ટમ એક દિવસ પશ્ર્ચિમ-ઉતર-પશ્ચિમ તથા ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઉત્તરીય તામીલનાડુ, પોંડીચેરી તથા દક્ષિણ આંધ્રપ્રદેશ તરફ ઝડપથી આગળ વધશે. તા.9ના રાત્રીથી માંડીને તા.10ને સવાર સુધીમાં કિનારા પર ત્રાટકવાની શકયતા છે.
આમ વધુમાં અશોભાઈએ જણાવ્યું કે, ‘વિવિધ હવામાન મોડેલો મુજબ આ સિસ્ટમ જમીન પર આવ્યા બાદ અરબી સમુદ્રમાં દાખલ થવાની શકયતા છે અને તેની અસરે દક્ષિણ ભારતમાં સાર્વત્રિક વરસાદ થવા ઉપરાંત મહારાષ્ટ્ર સુધી પણ અસર રહેશે અને તેના પ્રભાવ હેઠળ મહારાષ્ટ્રને લાગુ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા માવઠા થવાની સંભાવના છે.’ આ સાથે તા 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાળાના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટનું ન્યુનતમ નોર્મલ તાપમાન 16 ડિગ્રી, અમદાવાદનું 15 ડિગ્રી તથા અમરેલીનું 14 ડિગ્રી છે. હાલ રાજકોટમાં ન્યુનતમ તાપમાન 14.1 ડિગ્રી છે જે નોર્મલ કરતા 1 ડિગ્રી નીચે છે. તા.7 થી 14ની આગાહીમાં તેઓએ કહ્યું કે તા.7 થી 11 દરમ્યાન તાપમાન નોર્મલ રહેશે જયારે તા.12ને સોમવારથી ન્યુનતમ તાપમાનમાં ર થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે એટલે ઠંડી ઓછી પડશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.