પાટણમાં ટેન્કર ચાલક ભાઈ-બહેન માટે કપરો કાળ સાબિત થયો ! ટેન્કર નીચે આવતા ભાઈની ખોપડી ફાટી તો બહેન પણ…ૐ શાંતિ
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
આ અકસ્માતનો કિસ્સો પાટણના ડિસા તાલુકામાંથી સામે આવી રહ્યો છે જ્યાં કાંટ રોડ સ્ટેટ હાઈવે પર સાયકલ પર શાળાએ જઈ રહેલાં ભાઈ-બહેનને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા. અડફેટને કારણે ભાઈ ટેન્કરના ટાયર નીચે આવી ગયો હતો અને 20 ફૂટ સુધી ઢસડાયો હતો. આમ જેને કારણે તેના માથાની ખોપડી પણ ફાટી ગઈ હત જે ખુબજ ધ્રુજાવી દેતી ઘટના છે. જો કે, બહેનનો અદભૂત બચાવ થયો હતો. પણ પોતાની નજર સામે જ ભાઈનું આ પ્રકારે કમકમાટીભર્યું મોત જોઈને બહેન બેભાન થઈ ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી
આ ઘટનામાં કલામી નગરમાં રહેતા મોતીજી પ્રજાપતિને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો છે તેંમાંથી વાત કરીએ તો દીકરો મનસુખ ડીસાની મોર્ડન હાઈસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. બુધવારે મનસુખ પોતાની બહેનને લઈ સાયકલ પર સ્કૂલે જઈ રહ્યો હતો. તેવામાં કાંટ રોડ પર એરપોર્ટ નજીક પૂરપાટ ઝડપે સામેથી આવી રહેલાં ટેન્કરે મનસુખ અને તેની બહેનને અડફેટે લીધો હતો. આમ ટેન્કરની અડફેટ આવતા મનસુખ ટેન્કરના ટાયર નીચે આવી ગયો હતો અને 20 ફૂટ સુધી ઢસડાયો હતો. જેના કારણે મનસુખના માથાની ખોપડી પણ ફાટી ગઈ હતી. મનસુખ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. જો કે, આ અકસ્માતમાં બહેનનો ચમત્કારિક બચાવ થયો હતો.
આમ આ સમગ્ર ઘટનાને લઇ ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને સ્થતા તેઓ તરતજ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનામાં જે ટેન્કર હતું તેને સ્થાનિકો દ્વારા સળગાવવાનો પણ પ્રયાસ થયો હતો. જોકે પોલીસ ત્યાં આવી જતા બેકાબુ થયેલ મામલાને શાંત કર્યો હતો. આમ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, મનસુખના મોત પાછળ ખાડાનો પણ હાથ છે. ડીસા કાંટ રોડ પર ત્રણ મહિના અગાઉ અમી સોસાયટી પાસે રસ્તો બન્યો હતો. પણ વરસાદને કારણે રસ્તા પર ખાડા પડી ગયા હતા. તેના લીધે મનસુખ તેનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેજ સમયે ટેન્કરે તેણે અડફેટે લીધો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો