એવું તો સુ બન્યું કે, મોટી બહેનને લગ્ન કરવા આવેલો વરરાજો નાની બહેન સાથે લગ્ન કરી ચાલ્યો ગયો, કારણ જાણી સૌ કોઈ રડી પડશે

ભારતીય લોકો માં પ્રેમ ભાવના બહુ જોવા મળે છે એમાં પણ પરિવારમાં તો બહુ સંપ જોવા મળતો હોય છે . ભાઈ  -બહેન હોય , ભાઈ – ભાઈ હોય કે બહેન -બહેન હોય તેમના વચ્ચે પ્રેમ બહુ જોવા મળતો હોય છે.  તેઓ બધા એક જ છે એમ  સમજી ને સમજદારી પૂર્વક કામ કરતા જોવા મળતા હોય છે.એમાં પણ બહેનો વચ્ચેના પ્રેમ ની તો  વાત જ કઈક અલગ હોય છે. એક બહેન બીજી બહેન માટે જાન પણ આપવા તૈયાર થઇ જાય છે.  આ ભારત છે આથી અહી આવી નાની કે મોટી કુરબાની  આપતા ભાઈ હોય કે બહેન હોય તે પાછળ  પગ કરતા નથી એકબીજા ની ખુશી માટે કઈ પણ કરવા તૈયાર જ હોય છે .

હાલમાં જ આવો એક બે બહેનો વચેનો પ્રેમ રજુ કરતો એક કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો UP નો છે. ‘નાની બહેન પહેલા હું તારા લગ્ન કરાવીશ અને પહેલા તને ઘરથી વિદા કરીને પછી જ હું લગ્ન કરીશ’ આ શબ્દ જે મોટી બહેન ના હતા તેના લગ્ન ૨૧ જુનના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ નિયતિ નો ખેલ તો જુવો, મોટી બહેનની આ વાત લગ્નના દિવસે સાચ્ચી પડી ગઈ. વરરાજો આવ્યો મોટી બહેન સાથે જ લગન કરવા પરંતુ કઈક એવું થયું કે તે નાની બહેની સાથે લગ્ન કરી તેને  લઈને ચાલ્યો ગયો.

ભાવુક કરી દેનાર આ ઘટના સચ્ચી છે જે UP ના પીલીભીત ની છે ત્યાં સેહરામઉ વિસ્તારના એક ગામમાં રહેનાર પિતા એ તેમની દીકેરી રીના ના લગ્ન મોહ્મ્મ્દી ના રહેવાસી અનુપ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. હા પરંતુ લગ્નના દિવસે રીના ની તબિયત અચાનક  થોડી બગડી ગઈ હતી, એવામાં પરિવારના લોકો તેને  ઉતાવળમાં હોસ્પિટલ લઇ ગયા અને અહી લગ્નની બધી તૈયારી ની વચ્ચે વર અને વધુ પક્ષના લોકો ટેન્શનમાં જોવા મળ્યા હતા. કોઈ ને સમજમાં જ નતુ આવતું કે સુ કરવામાં આવે. પછી અંદરોઅંદર ની વાતચિત  થી એ નક્કી કરવામાં આવ્યું કે નાની બહેન મીના  ના લગન કરાવી દેવામાં આવે.

જયારે મોટી બહેન રીના હોસ્પીટલમાં જિંદગી અને મોત ની સાથે જંગ લડી રહી હતી ત્યારે  નાની બહેન મીના  ના લગ્ન તે જ મંડપમાં પેલા દુલ્હા સાથે થઇ રહ્યા હતા. હવે લગ્ન તો જેમ તેમ કરી ને પુરા કર્યા , પરંતુ દુલ્હન બનેલી નાની બહેન જયારે સાસરે ગઈ તો ત્યાં તેની માથે મોટો દુઃખનો પહાડ આવી ગયો. નાની બહેનના સાસરે જતા જ મોટી બહેનની હોસ્પીટલમાં મોત થઇ ગઈ. એવા સંચાર સંભાળવા મળ્યા . બંને બહેનોમાં બહુ જ પ્રેમ જોવા મળતો હતો. બંને સાથે મળી ને જ રહેતી હતી . આવામાં મોટી બહેનની મોત ની ખબર સંભાળી નાની બહેનના પગ નીચેથી  જમીન જ ખસી ગઈ અને તે બહુ જોરથી રડવા લાગી.

નવા થયેલા લગ્નની ખુશીયો થોડી જ વાર માં માતંગ માં છવાઈ જવા પામી હતી. નાની બહેન મીના  ને વારંવાર મોટી બહેન રીના ની આ વાત યાદ આવતી હતી જે તે મસ્તીમાં બોલતી હતી કે , ‘જોજે બેટા, હું ભલે મોટી રહી પરંતુ લગ્ન તો પહેલા તારા જ કરાવીશ.’ પરિવારના લોકો  પણ વિશ્વાસ નથી કરી સકતા કે આ ભગવાન કેવી પરીક્ષા લે છે. એક બહેનની ડોલી ઉઠી અને બીજી  બહેનની અર્થી . હાલમાં તો બધા પરિવારજનો ના રડી રડી ને બહુ ખરાબ હાલ થઇ ગયા છે. અને એમાં પણ ખાસ કરીને મીના ને તો એટલું દુઃખ લાગ્યું છે કે તે છાની રેવાનું નામ જ નથી લેતી, તે વારંવાર રોઈ ને રીના ને યાદ કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *