ભારતીય વાયુસેનામાં પ્રથમવાર એવું બન્યું કે પિતા પુત્રી એ એકસાથે ફાયટર જેટ ઉડાવ્યું પિતા વાયુસેનામાં….
એક દીકરી માટે પોતાનો પિતા બહુ જ મહત્વનો વ્યક્તિ ઘણાય છે દીકરી માટે પોતાના પિતા હેરો ગણાતા હોય છે.અને દરેક દીકરી પોતાના પિતાની રાજકુમારી હોય છે. જીવનમાં જેમ માતા દીકરાને વધુ પ્રેમ કરે છે તેમ દીકરી પોતાના પિતા ની સૌથી નજીક હોય છે અરે દીકરી તો પિતા માટે દિલનો ટુકડો હોય છે. અને જયારે દીકરી પણ જો પિતાની સાથે જ કામ કરે તો તે સમય જ કઈક અલગ હોય છેએક પિતા ત્યારે ગર્વ અનુભવે છે જયારે પોતાની દીકરી તેની કક્ષા એ જ કામ કરતી થઇ જાય અને દેશમાં નામ રોશન કરે, દેશમાં આજે એક એવી જ ઘટના બની છે જેની ચારે તરફ આજે ચર્ચા થઇ રહી છે
કર્ણાટકના બીદરમાં પિતા પુત્રીની જોડી એ બહુ જ ધૂમ મચાવી છે જેને ફાયટર પ્લેન ઉડાડીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય વાયુસેનામાં ઇતિહાસમાં આજે પહેલી વાર એવું જોવા મળ્યું છે કે પિતાએ પોતાની પુત્રી સાથે મળી ને ફાયટર જેટ ઉડાડ્યું હોય. પોતાના પિતાના સંસ્કારો અને શીખ ને સાથે લઇ ને પોતાના પિતાના જ નકશા કદમ પર ચાલી એક દીકરી પોતાના જ પિતાની માફક વાયુસેનામાં સેવા આપવા આવી પહોચી. આ દીકરીનું નામ અનન્યા શર્મા છે કે જેના પિતા આજ તેના પર ગર્વ અનુભવે છે. એર કોમોડોર સંજય શર્મા અને તેમની પુત્રી ફ્લાઈંગ ઓફીસર અનન્યા શર્મા એ ફાયટર હોક-૧૩૨ વિમાન ઉડાડ્યું હતું.
ફ્લાઈંગ ઓફિસર અનન્યા એ ૨૦૨૧ માં જ ઇન્ડિયા એરફોર્સ માં જોડાઈ હતી જયારે તેના પિતા એર કોમોડોર સંજય શર્મા ૧૯૮૯ માં ઇન્ડિયન એરફોર્સ ના ફાયટર સ્ટ્રીમ ના કમીશન થયા હતા. તેમની પાસે મીગ-૨૧ સ્કવોડન તેમજ ફ્રન્ટલાઈન ફાયટર સ્ટેશન ની કમાન સંભાળવાની સાથે લડાકુ ઓપરેશન પણ બહુ જ મોટા પ્રમાણમાં અનુભવ લીધેલો છે. અનન્યા આ વિષે જણાવે છે કે તેણે બાળપણ થી જ તેના પિતાને ભારતીય વાયુ સેનામાં ફાયટર પાયલટ તરીકે જોયા છે. એરફોર્સના વાતાવરણ માં મોટી થઇ હોવાથી મેં અન્ય કોઈ પ્રોફેશનલ માં જવાનું વિચાર્યું જ નહોતું. સાચે જ ખરેખર ગર્વ ની વાત કહેવાય કે એક દીકરી પોતાના પિતાના નકશા કદમ પર ચાલી તેના સપના સાકાર કરી રહી છે.