અનેક બીમારી દુર કરશે “કળથી” પણ ખાવા નો સાચો સમય જાણી લો નહિતર…

કળથી દેખાવ માં ભલે નાની હોય છે પણ તેનામાં સ્વાસ્થ્ય માટેનો બહુ જ મોટો ખજાનો છુપાયેલો છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાયબર અને કેલ્શિયમ બહુ જ મોટી માત્રામાં જોવા મળે છે. આની સાથે જ કળથી ના બીજ માં પણ મેગ્નેશિયમ, ફોરસ્ફ્રસ, પોટેશિયમ અને ફોલેટ જોવા મળે છે. કળથી ના બીજ પાચનને સારું બનાવે છે અને કબજિયાત થી છુટકારો અપાવે છે. આટલું જ નહિ વજન ઘટાડવા, હદયના રોગ થી બચવા અને ત્વચા ને ખુબસુરત બનાવા કળથી ના બીજ ખાવામાં આવતા હોય છે. પરંતુ ઘણા લોકો ના મનમાં એવા પણ વિચાર આવતા હોય છે કે કળથી ના બીજ શું રોજ ખાઈ સકાય?, કળથી ખાવાનો સાચો સમય શું છે.?

સુ કળથી રોજ ખાઈ શકાય  છે?

આયુર્વેદિક ડોક્ટર શ્રેય શર્મા જણાવે છે કે કળથી ના બીજ ઔષધીય ગુણો થી ભરેલા છે.  તેનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ કળથી ના બીજ સું રોજ ખાવા જોઈએ. આ પર ડોક્ટર શ્રેય શર્મા જણાવે છે કે હા કળથી ના બીજ રોજ ખાઈ સકાય છે. તમે રોજ થોડી માત્રામાં કળથી ના બીજ ખાઈ શકો છો. દરરોજ ૧-૨ ચમચી થી વધુ કળથી ને ખાવી જોઇએ નહિ. આયુર્વેદ અનુસાર કળથી ના બીજ કફ અને વાતપિત ના લોકો માટે પણ ગુણકારી સાબિત થાય છે. પરંતુ પીત વાળા લોકો એ કળથી ખાતા પહેલા પોતાના ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી જોઈએ.

કળથી ખાવા નો સાચો સમય કયો છે?:

ડોક્ટર શ્રેય શર્મા જણાવે છે કે આમ તો કળથી કોઈ પણ સમયે ખાઈ સકાય છે. પરંતુ સવારે ખાલી પેટ કળથી ના બીજ જો ખાવામાં આવે તો તે વધારે ફાયદાકારક ગણાય છે. આની સિવાય તમે ઈચ્છો તો રાત્રે સુતા પહેલા કળથી ના બીજ ખાઈ શકો છો. તેનાથી તમને રાત્રે સારી અને મધુર ઊંઘ આવશે, અને તે તમારા પાચન માં પણ સુધાર લાવે છે. કળથી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. લોકો આમ તો  કળથી ને મુખવાસ તરીકે જમ્યા પછી જ લેવાનું પસંદ કરતા હોય છે. કાળથી નો મુખવાસ બનાવી લોકો તેનો ઉપયોગ કરતા હોય છે.

કળથી ખાવાની સાચી રીત કઈ છે?

ડોક્ટર શ્રેય શર્મા જણાવે છે કે કળથી ના બીજ હમેશા પીસી ને જ ખાવા જોઈએ વાસ્તવમાં, કળથી ના બીજ ના ઉપરના પડ ને પચાવું બહુ જ મુશ્કિલ હોય છે. સાથે જ તેના ભૂરા પડ સહીત ની કળથી ખાવાથી શરીર ને પોષકતત્વો મળવામાં થોડી સમસ્યા થાય છે. એટલા માટે કળથી ના બીજ ને પીસી ને ખાવા જોઈએ. તેનાથી તમને કળથી માં રહેલા પોષકતત્વો આરામ થી મળશે જે શરીર ને હમેશા સ્વસ્થ્ય રાખે છે. કળથી ના બીજ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારી છે જ પરંતુ સાથે તમે તેને ડાયેટ માં પણ સામીલ કરી શકો છો. કળથી ના બીજ ખાવાથી તમારી ઇમ્યુનિટી મજબુત થશે અને તમે જલ્દી બીમાર નહિ પડો. પરંતુ ડોક્ટર શ્રેય શર્મા જણાવે છે કે બહુ જ વધારે માત્રામાં કળથી નો ઉપયોગ કરતા અટકવું જોઈએ. પીત  ના લોકો ને કળથી ના ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. કેમ કે તેનાથી શરીર માં ગરમી વધે છે. જો કોઈ ગંભીર બીમારી હોય તો પણ કળથી નો ઉપયોગ કરતા પહેલા એક વાર ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *