ગુજરાત ના ખેડૂત ભાઈએ બનાવ્યું એવું ટેક્ટર કે જેમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર જ નથી પડતી તેની ખાસિયત જાણશો તો નવાઈ લાગશે

પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજબરોજ સતત વધતા જોવા મળે છે અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ મોંઘો થી જવાના કારણે બધી વસ્તુના ભાવ વધી ગયેલા જોવા મળે છે.આ દેશની મોટી સમસ્યા ગણી સકાય છે જ્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે દરેક વ્યક્તિ પ્રભાવિત થતો જોવા મળે છે.આનાથી છુટકારો મેળવવા માટે હવે દરેક વ્યક્તિ પેટ્રોલ અને ડીઝલના બદલાના વિકલ્પો શોધી રહ્યા છે .થોડાક અંશે કામયાબી પણ મળી છે પરંતુ પરિણામ હજુ બાકી છે.

આ કોશિશ ના કારણે જ ગુજરાતના એક ખેડૂત એ નવું સંશોધન કરતા પેટ્રોલ ડીઝલના બદલે  એક શાનદાર વિકલ્પ બનાવ્યો  છે .ખેડૂતે બેટરીથી ચલ્વાવાળું એક ટ્રેક્ટર બનાવ્યું છે ,જેનું નામ “વ્યોમ ટ્રેક્ટર “ રાખવામાં આવ્યું છે.તેના નામ ની જેમ જ ટ્રેક્ટર પણ અનોખું જ જણાય છે.આ ૪ કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે.અને ૧૦ કલાકો સુધી ચાલી સકે છે.આટલું જ નહિ આ ટ્રેક્ટર ને ફોનથી પણ નિયંત્રણ માં લાવી સકાય છે.

ગુજરાતના જામનગર તાલુકાના કલાવડ ના નિવાસી એક ખેડૂત એ બેટરીથી ચાલતા  ટ્રેક્ટર નું નિર્માણ  કર્યું છે.આ ૩૪ વર્ષીય યુવાન  ખેડૂતનું નામ મહેશભાઈ છે.જે ક્લાવાડ તાલુકાના પીપ્પર ગામમાં રહે છે.તેમણે ખેતી વાડી ને માટે વ્યોમ ટ્રેક્ટર બનાવ્યું જે બેટરીથી ચાલે છે.મહેશભાઈ ના પિતાજી પણ એક ખેડૂત  છે,એટલે તેમણે નાની ઉમરથી જ પોતાના પરિવાર માં ખેતી વાડીના કામમાં જ મોટા થયા હતા .

મહેશભાઈ દ્વારા બનાવવામાં આવેલા આ ટ્રેક્ટર ની ખાસીયત એ છે કે આ ૨૨ HP પાવર વાપરે છે અને તેમાં ૭૨ વોટ ની લીથીયમ બેટરી નો ઉપયોગ કરવામાં આવ્યો છે.લીથીયમ એક સારી ક્વોલીટી ની બેટરી છે તેણે જલ્દી બદલવી પણ પડતી નથી .આ ટ્રેક્ટર ૪ કલાક માં ફૂલ ચારગ થઇ જાય છે .એક વાર ફૂલ થઇ ગયા પછી તે ૧૦ કલાક સુધી ચાલી સકે છે.

આ ખાસ ટ્રેક્ટર  પેટ્રોલ ડીઝલની તો બચત કરે જ છે સાથે તે અનેક પ્રકારના ફ્રીચર્સ પણ ધરાવે છે.આધુનિક સમયના હિસાબે આ ટ્રેક્ટર ના ફીચર્સ નાખવામાં આવ્યા છે.આટલું જ નહિ,આ ટ્રેકટરની સ્પીડને ફોનથી કંટ્રોલ કરી સકાય છે.આને પાણીની તંગીને ઘ્યાનમાં રાખીને એક મોટર પણ ફીટ કરવામાં આવી છે.એટલે જયારે જરૂર પાડે ત્યારે તેનો ઉપયોગ કરી સકાય .આ જણાવી દઈએ કે આ વ્યોમ ટ્રેક્ટર પ્રદુષણ રહિત છે .એટલે તમામ લોકો તેને પસંદ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *