ભાવનગરના યુવાન જયદીપસિંહએ પોતાની એરફોર્સની ટ્રેનીંગ દરમિયાન ગ્વાલિયર હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું ! ભગવાન તેમના દિવ્ય આત્માને…

હાલ રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ખુબજ વધી ગઈ છે તેમજ આપઘાતની પાછળનું કારણ ઘણી વખત સામું આવતું હોઈ છે તો ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથે તે દબાઈ જતું હોઈ છે. હાલ એક આપઘાતની ઘટના સામી આવી રહી છે જે એક ૨૫ વર્ષીય યુવાન કે જે એક રેન્ક ૧ ઓફિસર છે અને ગ્વાલિયર ખાતે ટ્રેનીંગ દરમિયાન તેની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે.

ઇન્ડીયન એરફોર્સમાં પરિક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફ્લાઈંગ ઓફિસર બનેલા જયદીપસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા ઉ.વ.૨૫ જે મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાના વતની છે બેંગ્લોર ખાતે ટ્રેનીંગ પૂરી કર્યાબાદ ગ્વાલિયર તેમની ટ્રેનીંગ ચાલી રહી હતી તે દરમિયાન તેમણે હોસ્ટેલના રૂમમાં પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ તેમના પરિવારને થતાજ તેઓ ગ્વાલિયર પહોચી ગયા હતા અને તેમના મૃતદેહને આજે સવારે ભાવનગર લાવવામાં આવ્યા બાદ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સોંથી અઘરી કહી શકાઈ તેવી પરિક્ષામાં પાસ થઇ તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને પહેલા બેંગ્લોર ટ્રેનીંગ પૂરી કરી ગત જાન્યુઆરી માસમાં ભાવનગર ઘરે આવ્યો હતો. જે પછી તેમની ટ્રેનીંગ ગ્વાલિયર ચાલતી હતી અને ત્યાં તેમણે આ પગલું ભર્યું તેમજ જતા જતા તેમણે નોટ માં લખ્યું કે હેપ્પી બર્થડે પપ્પા. પરિવારના લોકો એ જણાવ્યું કે તેણે નોકરીના ડીપ્રેશનમાં આવી ને આ પગલું ભર્યું હતું. તે જયારે પણ રજામાં ઘરે આવતો ત્યારે નોકરીનાં ટેન્શનની વાતો કરતો.

તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેનો નાના ભાઈ પરંજય અમદાવાદ મેડિકલનો અભ્યાસ કરે છે તેમજ જયદીપસિંહ પણ ભણવામાં ખુબજ હોશિયાર હતો. તેમજ ચાર દિવસ પછી તેને રજા મળવાની હતી અને તે ઘરે ભાવનગર પાછો આવવાનો હતો પરંતુ તેણે આ પગલું ભર્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *