અમદાવાદમાં રહેલી જાનકી અમેરિકામાં જજ બની, અમેરિકામાં ગુજરાતનો ડંકો વાગ્યો…આખી સ્ટોરી વાંચી તમાંરી છાતીપણ ગર્વથી ફૂલી જશે…

આજના સમયમાં ભારતના ઘણા લોકો  વિદેશમાં જોબ કરતા જોવા મળે છે તેમજ તે લોકો ત્યાં રહેતા પણ હોઈ છે આમ મોટી મોટી કંપનીઓ માં જોબ કરીને તે ભારતનું નામ ગર્વથી રોશન કરી રહ્યા છે. તેમજ વિદેશની જોબ મેળવવી આજના સમયમાં ખુબજ અઘરું બની ગયું છે તો પણ લોકો ખુબજ મહેનત અને સંઘર્ષ કરીને વિદેશમાં જોબ મેળવતા હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં ભારતની એક યુવતી હાઈકોર્ટ જજ ની પરિક્ષા પાસ કરી ને આજે ભારતનું નામ રોશન કર્યું છે.

આ યુવતીનું નામ જાનકી શર્મા છે મૂળ ભારતીય છે.પેનિંગટન કાઉન્ટીમાં સેવન્થ જ્યુડીશીયલ સર્કીટ માટે તેની પૂર્ણ સમયના મેજીસ્ટ્રેટ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે. આમ જાનકીએ રામ ચરિત માનસમાં હાથ મુકીને પોતાના પદના શપથ લીધા મીડિયા રીપોર્ટસ અનુસાર જાનકી તમામ ફોજદારી કેસોની પ્રાથમિક સુનવણી કરશે, તેમજ ગુનાહિત આચરણ માટે ટ્રાયલ ચલાવશે અને નાના દાવાઓની કાર્યવાહી અને નાગરિક દવાની કર્વાહીની અધ્યક્ષતા કરશે.

ભારતમાં જન્મેલી જાનકી શર્માએ જણાવ્યું કે ‘ તેમણે સેવન્થ જ્યુડીશીયલ સર્કિટના લોકોની સેવા કરવાનું સન્માન છે ને તે ન્યાયિક નિમણુક માટે આભારી છે “ એક ન્યાયધીશ, પ્રથમ અને અગ્રણી, જાહેર સેવક છે, અને જાહેર સેવા એ છે જ્યાં મારું હદય છે” તેમજ જાનકી શર્માએ ૨૦૧૭થી પેનિંગટન કાઉન્ટીમાં પબ્લિક ડીફેન્ડરની સેવા આપી છે. આમ ત્યારપછી જાનકી શર્માએ યુનીવર્સીટી ઓફ નેબ્રાસ્કા કોલેજ ઓફ લોમાથી કાયદાની ડીગ્રી મેળવી અને નેબ્રાસ્કામાં યુનાઈટેડ સ્ટેટ્સમાં ડીસીટ્રીકટ કોર્ટમાં જજ થોમસ થલ્કેન માટે ટર્મ લો ક્લાર્ક તરીકે કામ કર્યું.

તેમજ તેના જન્મ સ્થળની વાત કરીએ તો તેનો જન્મ ભારતના ઉતર પ્રદેશ રાજ્યના નાના શહેર મુઝ્ઝફરનગરમાં થયો હતો. જાનકી જણાવે છે કે ‘તે રામાયણ અને ભગવાન રામ અને દેવી સીતા શીખીને મોટી થઈ છે. તેમના પિતા પંડિત વિશ્વમોહન મહારાજ અને તેમના દાદા પડિત જગમોહન મહારાજ બંને પુજારી હતા. આમ જાનકી જજ બન્યા પછી ભરતા લોકો ને ખુબજ અભિનંદન પાઠવી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયા માં પણ તેને ખુબજ પ્રેમ આપવામાં આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *