તક્ષશિલા અગ્નિકાંડમાં 15 બાળકોનો જીવ બચાવનાર જતીનને મળવા પંહોચ્યા પ્રમુખ સીઆર પાટીલ સહિત….
ગુજરાતના સુરતમાં ત્રણ વર્ષ પહેલા થયેલ ભયંકર અકસ્માત એવા તક્ષશીલ અગ્નિકાંડને કોઈ કેવી રીતે ભૂલી શકે. હાલ જ આ અગ્નિકાંડમાં 22 બાળકો એ જીવ ગુમાવ્યો હતો અને આ દરમિયાન પોતાના જાનની બાઝી લગાવીને જતીન નાકરાણીએ 15 બાળકોને આગની લપેટોથી બચાવ્યા હતા.
એ તક્ષશિલા દુર્ઘટનામાં 15 જેટલાં બાળકોને જીવના જોખમે બચાવીને ખુદ પોતાની રક્ષા ન કરી શકે જતીન આગની લપેટથી બચીને કુદકો મારવા ગયા ત્યારે તેમના માથા, હાથ અને પાંસળીમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આજે તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાના ત્રણ વર્ષ પછી તેઓ જતીન નાકરાણી 3 વર્ષથી તે પથારીવશ છે અને આજે પણ તેમની આંખનું વિઝન હજુ સુધી કલિયર નથી, તેમને દરેક વસ્તુઓ બે-બે દેખાય છે.
તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાના ત્રણ વર્ષ પછી તેઓ જતીન નાકરાણી 3 વર્ષથી તે પથારીવશ છે આ ફેલાતા સમગ્ર ગુજરાતમાંથી લોકો જતીનના પરિવારને આર્થીક રીતે મદદ કરવા આગળ આવ્યા છે. એવામાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતનાબીજા ઘણા નેતા તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો જતીન નાકરાણીના ઘરે પહોંચ્યા અને તેમને અને તેમના પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.
તક્ષશિલા અગ્નિકાંડને ત્રણ વર્ષ પુરા થયા ત્યારે આજે જતીન જીવતા છે પણ કશું કરી શકે તેવી હાલતમાં નથી અને ફરી એક વખત બેંક દ્વારા ઘર ખાલી કરવાની નોટીસ મળી હતી, તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પણ આટલી ખરાબ છે કે જતિનની સારવાર ઠીક રીતે નથી કરાવી શકતા. જતીન નાકરાણીએ 15 જેટલા બાળકોનો જીવ બચાવ્યો અને અંતે તેઓ આગથી બચવા જયારે બિલ્ડીંગમાંથી કુદકો માર્યો તો માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે પોતાની યાદશક્તિ ગુમાવી બેઠા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 લાખની મદદ અને સાથે જ જતીનન ઓપરેશન માટેનો જે પણ ખર્ચ થશે એમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના આરોગ્યલક્ષી ફંડમાંથી બને તેટલી મદદ કરવામાં આવશે એવો વાયદો પણ કરવામાં અઆવ્યો છે. જે એક સહરાનીય પગલું છે.આ ખબર બહાર આવતાની સાથે અત્યાર સુધી જતીનને 30 લાખથી વધુનું દાન મળી ચુક્યું છે.