જેતપુર: હત્યાની ધ્રુજાવી દેતી ઘટના ! છકડાચાલકને જાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો…હત્યા કરનાર બીજું કોઈ નહિ પણ

હાલ છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુજ વધી રહયા છે હાલ લોકો હવે તો કોઈ પણ નાની બાબતે રોષે ભરાઈને હત્યા કરવાની કોશિશ કરવા લાગતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે જેનું કારણ જાણી તમે ધ્રુજી જશો. આ કિસ્સામાં જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી છકડો રિક્ષાચાલકની હત્યા કરી દેવામાં આવી છે આવો તમને આ હત્યાની ઘટના વિગતે જણાવીએ.

આ હત્યાની ઘટના જેતપુર માંથી સામી આવી રહી છે આ ઘટના ગુરૂવારે રબારીકા રોડ પર એક છકડો રીક્ષા ચાલક રબારી યુવાનની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા થતા ગામમાં સોંપો પડી ગયો હતો. શહેરના રામૈયા હનુમાન મંદિર નજીક રહેતો અને છકડો રીક્ષા ચલાવતો દેવાભાઈ સીદાભાઈ રાઠોડ (ઉ.વ. 45) નામનો રબારી યુવાન રબારીકા રોડ પર આવેલ એક વેલ્ડીંગની દુકાને પોતાની છકડો રીક્ષાનું રીપેરીંગ કરાવતો હતો.

આમ ત્યારે બાળકો સાથે બાઇક પર સવાર અજાણ્યો યુવાન ધસી આવ્યો હતો અને દેવાભાઇ પરિસ્થિતિ પારખે તે પહેલા તેના પર છરીથી હુમલો કર્યો હતો. જોકી જ્યારે આ ઘટના બની હતી ત્યારે લોકો આ યુવકની મદદે આવે તે પહેલાજ હત્યા કરનાર યુવાને તેને ઘણા બધા છરીના ઘા ઝીંકી દીધા હતા. અને પછી બાળકોને સાથે લઈને ફરાર થઇ ગયો હતો.

જયારે આ ઘટનાની જાણ પોલીસ ને થતા તરતજ તેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *