શુટીંગ દરમિયાન જીગ્નેશ બારોટનુ એક્સિડેન્ટ થયું ??? જાણો શુ છે હકીકત જીગ્નેશ બારોટ એ ખુદ લાઈવ આવી ને જણાવ્યુ કે…
હાલમાં સોશિયલ મીડિયામાં કવિરાજ બારોટના એક્સિડન્ટની વાત વાયુવેગે પ્રસરતા કવિરાજના સ્વજનો, કલાકાર મિત્રો તમામ ચાહકો ચિંતિત થઈ ગયા હતા પરંતુ હાલમાં જ આ વાતની કવિરાજે હકીકત કહી છે. કવિરાજ જીગ્નેશ બારોટે લાઇવ આવીને કહ્યું છે કે, આ વાત તદ્દન ખોટી છે અને કોઈપણ વ્યક્તિએ આ અફવાને સાચી ન ગણવી. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે કવિરાજે ઇન્સ્ટાગ્રામમાં લાઈવામાં આવીને શું કહ્યું, તે જાણીએ.
ઇન્સ્ટાગ્રામ પર કવિરાજએ લાઈવ આવીને કહ્યું કે, મિત્રો આજે હું લાઈવ એટલા માટે થયો છું, કારણ કે આજ સવારથી મારી ખોટી અફવા ફેલાઈ છે કે, શૂટિંગ દરમિયાન મારું એક્સિડન્ટ થયું છે. હાલમાં મારું કલોલ બાજુ ” દિલનું માનશું તો દુનીયા નડશે ” નું શૂટિંગ ચાલી રહ્યું છે. ડુંગરો પર શૂટિંગ ચાલતું હોવાથી ત્યાં નેટવર્ક આવતું જ ન હતું પણ સવારથી આ અફવા ફેલાતા મારે લાઈવ આવવું પડ્યું છે. તમારા બધાના આશીર્વાદથી હું સાજો નવરો છું અને મને કાંઈ જ નથી થયું.
આવી અફવા ફેલાવનાર ને ભગવાન સદબુદ્ધિ આપે અને જે વ્યક્તિનું અકસ્માતમાં મુત્યુ થયું છે, તેમની આત્માને ભગવાન શાંતિ આપે.આજ સવારથી આ વાત જાણીને જે લોકોએ મારી ચિંતા કરી છે, એવા મારા તમામ સ્વજનો, સંગીતના કલાકાર મિત્રો અને તમામ ચાહકોનો હું આભાર વ્યક્ત કરું છું તમારા પ્રેમ અને લાગણી બદલ. આપ સૌના આશીર્વાદથી હું સાજો છું અને આ વાત દરેક લોકોને જણાવજો.
તમને જણાવી દઈએ કે, કવિરાજનું થોડા મહિના પહેલા શૂટિંગ દરમિયાન અકસ્માત થયો હતો અને ત્યારે તેમના પગમાં ઇજા થઇ હતી અને સૌ ચાહકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ ગયા હતા અને ફરી એકવાર પોતાના કામ પર પરત ફર્યા હતા અને હાલમાં તેઓ પોતાના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેઓનો કોઈપણ અકસ્માત હાલમાં થયો જ નથી પરંતુ કોઈએ માત્ર આ ખોટી સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી છે.
View this post on Instagram
ખરેખર આ એક ગુન્હો જ કહેવાય કે કોઈપણ વ્યક્તિ વિશે કે અન્ય ખોટી માહિતી ફેલાવી અને દરેક વ્યક્તિએ માહિતીની ચકાસણી કર્યા બાદ જ વિશ્વાસ કરવો જોઈએ. હાલમાં કવિરાજ રૂબરૂ લાઇવ આવીને તમામ લોકોને જણાવી જ દીધું કે તેમનું કોઈપણ અકસ્માત નથી થયું અને તેઓ બિલકુલ સ્વસ્થ છે