ગુજરાતના પ્રખ્યાત ગાયક એવા જિજ્ઞેશ કવિરાજે કરી મોટી જાહેરાત !કહ્યું કે મારા ગામનો વિકાસ નથી થયો તો હું… જાણો

મિત્રો તમે બધા જાણોજ છો કે હાલ ચૂંટણીનોં માહોલ ચાલી રહ્યો છે તેવામાં બધાજ પક્ષનાં નેતાઓ પોતાની પાર્ટીની રેલીઓ કરતા હોઈ છે અને પોતાની પાર્ટીના નારાઓ લગાવે છે. અને કહે છે કે અમે વિકાસ કરીશું, અમે વિકાસ કરીશું છતાં પણ હજી ઘણાં રાજ્યો અને દેશનાં ગામડાઓમાં પૂરતો વિકાસ જોવા નથી મળતો તેવાંમાં એક જાગૃત નાગરિક ઉભો થઈને હિંમત કરી ને પોતાના ગામ અને શહેરનોં વિકાસ કરવા માટે પણ ઘણી વખત ચૂંટણી લડવા માટે ઉભો થતો હોઈ છે.

તમને જણાવીએ તો હાલમાંજ ગુજરાતમાં સંગીતની દુનિયામાં લોક ચાહના ધરાવતા એવા કલાકાર જિજ્ઞેશ કવિરાજે પણ રાજકારણમાં ઝંપલાવવાનું મન બનાવી લીધું છે. દિવ્ય ભાસ્કરે જિજ્ઞેશ કવિરાજનો આ મામલે સંપર્ક કર્યો હતો. જેમાં તેઓએ ‘મારા ગામનો વિકાસ નથી થયો, રસ્તા ખરાબ છે, ત્રણ દિવસે પાણી આવે છે, હવે ગ્રામજનોના કહેવાથી હું અપક્ષમાં ચૂંટણી લડીશ’ તેમ જણાવી ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.

આમ લોકગાયક જિજ્ઞેશ કવિરાજે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, થોડા સમયમાં અપક્ષમાંથી ફોર્મ ભરૂ છું. મારા ખેરાલું વિસ્તારના લોકો અગ્રણીઓ અને મારા ચાહકોની ખૂબ લાગણી હતી કે હું પણ ચૂંટણી લડું. તેઓ મને કહેતા કે, તમે ચૂંટણી લડો અને ગામનો વિકાસ કરો, જેથી મેં સમય આવશે ત્યારે આ બાબતે વિચારી એવું નક્કી કર્યું હતું. ત્યારે હવે મારો સમય આવી ગયો છે મને પેલા મારા ગામે સ્વીકાર્યો અને આજુબાજુના ગામના લોકોએ સ્વીકાર્યો હતો જેથી મને એવું થયું કે હું મારા ગામનો ઉપયોગી થાવ.

આમ વધુમાં દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ખેરાલુમાં વિકાસ થયો નથી. ખેરાલુ પંથકમાં ઉદ્યોગ જ નથી, રોજગારી માટે આજુબાજુ ગામના લોકોને બહાર જવું પડે છે. ગામના લોકો અહિંજ નોકરી કરી શકે એવો કોઈ ઉદ્યોગ જ નથી. તેમજ રોડ રસ્તાની સમસ્યા, પાણી, ગટરની સમસ્યા પણ છે. બેથી ત્રણ દિવસે પાણી આવતું હોય છે, ગટર લાઈનની પણ મોટી સમસ્યા છે. અન્ય તાલુકા પ્રમાણે ખેરાલુનો કોઈ વિકાસ થયો નથી. ચૂંટણી લડવી તે મારો વિષય જ નથી મારો વિષય ગાવાનો છે. પણ ખેરાલુના ચાહકો અગ્રણીઓએ મને ચૂંટણી લડવા માટે કહ્યું હતું. જેથી મે ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે. મારા ગામ માટે મારા વતન માટે હું કઈક કરવા માગું છું. મને ખુબ વિશ્વાસ છે ખેરાલુ પર. લોકોનો મને ખુબ પ્રેમ મળ્યો છે અને આશીર્વાદ મળ્યા છે, તેમજ હજું પણ આવો જ પ્રેમ અને આશીર્વાદ મળશે.

આમ જો કોઈ પાર્ટી ઓફર કરશે તો તમે જોડાશો તે સવાલના જવાબમાં જિજ્ઞેશ કવિરાજે કર્યું કે, હાલમાં અનેક પાર્ટીઓ સક્રિય થઈ છે. સૌ પોતાની રીતે મેહનત કરી રહી છે. ત્યારે મે અપક્ષ તરફથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું છે હું કોઈ પક્ષનો નથી. તેમજ હજુ સુધી કોઈ પાર્ટ તરફથી મને ઓફર આવી નથી, પરંતું જો કોઈ પાર્ટીની ઓફર આવશે તો હું તે વીશે વીચારીશ. મારા ગામનું સારું થશે અને મારી વિચાર ધારા પ્રમાણે હશે તો હું જરૂર તે વિશે વીચારીશ. પરંતું હાલ તો હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી અને જોડાઇ પણ નહીં.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *