જીગ્નેશ કવિરાજ:શું તમે જાણો છો જીગ્નેશ કવિરાજ નો જન્મ ગુજરાત માં ક્યાં ગામમાં થયો હતો?તેની સંગીત ની કારકિર્દી વિશે શું તમે જાણવા માંગો છો?

માત્ર 8-ધોરણ સુધી ભણેલા જીગ્નેશ કવિરાજ નું નામ આખા ગુજરાત માં ફેમસ છે. ખાસ કરીને જીગ્નેશ કવિરાજ તેના જાનું ના ગીત માટે લોકપ્રિય છે. ખાસ કરીને યુવાનો તેના નવા ગીત ની રાહ જોઈ ને બેઠા હોય છે. તેમને આ કારકિર્દી માં તેમનું નામ કમાવવા માં ઘણા વારસો નો સંઘર્ષ જોડાયેલો છે.

જીગ્નેશ કવિરાજ નો જન્મ મહેસાણા જિલ્લા ના ખેરાલુ ગામમાં થયો હતો. તેને નાનપણ થી આવી વૈભવી જીવન નસીબ માં ન હતું જીગ્નેશ કવિરાજ ના પોતાના અથાગ પરિશ્રમ થી આજે તેણે આ નામના મેળવી છે. આ નામનાથી આજે માત્ર ગુજરાત માં જ નહિ તે આજે વિદેશ માં પણ લોકપ્રિય બનેલા છે. વિદેશ માં વસતા ગુજરાતીઓ કેટલીય વાર જીગ્નેશભાઈ ને ત્યાં આમંત્રણ આપતા હોય છે જીગ્નેશભાઈ ત્યાં જઈને લોકો ને પોતાની કળા થી ડોલાવી મૂકે છે.

તેમના પરિવાર ની વાત કરી એ તો તેમના પિતા અને તેમના કાકા ને પણ સંગીત માં ખુબ રસ હતો. જીગ્નેશભાઈ ને નાનપણ થી જ સંગીત માં રસ હતો પણ તેમનો પરિવાર આ માટે રાજી ન હતો તેમના પરિવાર ની ઈચ્છા તેમને ભણાવવામાં હતી. જીગ્નેશ કવિરાજ સૌ પ્રથમ વિસનગર માં આવેલા એક સ્ટુડિયો માં કામ કરતા હતા તેને સૌ પ્રથમ “લીલી તુવેર”નામનું ગીત બહાર પાડિયું હતું. ત્યારબાદ તેને આ શેત્ર માં ખુબ આગળ વધી ગયા.

આજે જીગ્નેશભાઈ પોતાના દમ પર ખુબ જ આગળ નીકળી ગયા છે.તેની પાસે એક થી એક ચડિયાતી કારો છે જેમાં ઇનોવા,ફોર્ચ્યુનર જેવી લક્સરીયસ કારો છે.જીગ્નેશભાઈ ના મેરેજ પણ થય ચૂકેલા છે. અને આજે તે પોતાના નામનો ડંકો દેશ વિદેશ માં વગાડી રહ્યા છે.તેને ઘણી ફિલ્મ માં પણ કામ કરેલું છે. અને આજે તે લોકો ના દિલો માં રાજ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.