બોલીવુડની અમર થઈ ગયેલી અભિનેત્રી જેને હજુ પણ લોકો ભૂલ્યા નથી..
મીનાકુમારી એક એવું નામ છે જેના મૃત્યુને પણ અડધી સદી વીતી તો પણ સીને રસિકોના દિલ પર ધબકતું નામ એટલે મીનાકુમારી. આજે તેમની પુણ્યતિથિ છે એટલે ખાસ મીનાકુમારીના જીવન ઝરમર વિશે વાતો કરીએ.
મીનાકુમારીનો જન્મ ૧ ઓગષ્ટ ૧૯૩૩ના રોજ મુંબઈમાં થયો હતો. સામાન્ય રીતે કોઈ પણ કુટુંબમાં બાળકનો જન્મ થાય તો, માં બાપને ખુશી થતી જ હોય છે પરંતુ અહીં એવું ન હતું કારણકે મીનાકુમારી ના પિતાને દિકરો જોઈતો હતો. મીનાકુમારીનું ફરીવાર નું નામ મહઝબી બાનું હતું. મીનાકુમારી અતિશય સુંદર હતા પરંતુ તેમનું નસીબ એટલું સુંદર ન હતું.
મીનાકુમારી ના પિતાની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી બચપણ થી જ તેમણે એક્ટિંગ કરીને પૈસા કમાઈને પોતાના ભાઈ બહેન ને મદદ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ ભણી પણ શક્યા ન હતા છતાંય તેમને ઘણી બધી ભાષાઓ આવડતી હતી. તેઓ શાયરીના પણ ઘણા શોખીન હતા.
તેઓની પહેલી ફિલ્મ ૧૯૩૯માં લેધર ફેસ હતી જેના નિર્દેશક વિજય ભટ્ટ હતા જેમાં તેઓ બેબી મહઝબીના રૂપમાં હતા તથા ૧૯૫૨માં આવેલી ફિલ્મ બૈજુ બાવરા એ તેમને સફળતાના શિખરે પહોચાડ્યા. આ ફિલ્મ લોકોને એટલી પસંદ પડીકે તે ૧૦૦ સપ્તાહ સુધી સીનેમા ઘરોમાં ચાલેલી.
મીનાકુમારી એ કમાલ અમરોહી સાથે લગ્ન કર્યા હતાં. આ તેમના પ્રેમ લગ્ન હતાં. ૨-૩ મુલાકાતમાં જ અમરોહિ એ મીનાકુમારી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જ્યારે તેઓ અગાઉથી જ પરણેલા હોવા છતા તેમણે નીકાહ કર્યા અને મીના કુમારી કોઈ ને પણ જાણ કર્યા વગર કમાલના ઘરે જઈને રહેવા લાગ્યા. તેમ છતાં એક દસકા બાદ તેઓના સંબંધોમાં કડવાશ આવી ગઈ.
મીનાકુમારી કોઈ નિયમો માં બાંધવા માં માનતા ન હતા જ્યારે કમાલ અમરોહી મીના કુમારી ને લઇ ને બહુજ પઝેસિવ હતા. તેઓ મીના કુમારી ના મેકઅપ રૂમ માં પણ બીજા કોઈ પુરુષને જવા દેતા ન હતા. આ રીતના કમાલના વર્તનથી બંને વચ્ચે ખટરાગ ઊભો થયો અને કમાલે મીનાકુમારી ને તીન તલાક આપ્યા અને મીના કુમારી એ કમાલનું ઘર છોડી દીધું. ત્યારબાદ તેનું નામ ધર્મેન્દ્ર સાથે પણ જોડાયું.
કમાલ સાથે પતિ પત્ની ના સંબંધો પૂરા કર્યા પછી પણ કમાલની ફિલ્મોમાં મીના કુમારી ને કામ કરવા માટે કોઈ વાંધો ન હતો.તેની જિંદગી અતિશય ઉતર ચઢાવ વાળી તથા મુશ્કેલ પણ રહી તેથી મીના કુમારી ને ટ્રેજેડી ક્વીન કહેવાવા લાગ્યા .
પાકીઝા રિલીઝ થયા બાદ ૩ હપ્તા પછીજ તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા. તેઓ પોતાની જિંદગીમાં ખૂબ એકલા પડી ગયા હતા તેથી તેણે દારૂનો સાથ સ્વીકાર્યો અને આ સાથ તેમને મોત સુધી લઈ ગયો .
છેલ્લા દિવસોમાં એ એમને લીવરની બીમારી હતી તો પણ તેઓ દવાની જગ્યા એ દારૂજ પીતા હતા. છેલ્લાં દિવસોમાં બહુ ઓછાં ફિલ્મી જગતના મિત્રો તેમને મળવા આવતા. તેમાંના ધર્મેન્દ્ર પણ એક હતા. અંતે ૩૧ માર્ચ ૧૯૭૨ માં તેમનું અવસાન થઈ ગયું.